Mudra Loan Scheme 2026: Eligibility, Documents, Interest Rate (Gujarati Guide)

સ્ટાર્ટ અપ ઇન્ડિયા ના નામે ઘણા બધી યોજનાઓ ચાલી રહી છે. જે SCHEME નું GYAN હોવુ જરૂરી છે. ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા વર્ષ 2026 માં અનેક લોન યોજનાઓ ચલાવવામાં આવે છે, જેમાં નાના વેપારીઓ, ખેડૂતો અને બેરોજગાર યુવાનોને ₹50,000 થી ₹10 લાખ સુધીની લોન સહાય આપવામાં આવે છે.જો તમે ધંધો શરૂ કરવા માંગો છો અથવા બિઝનેસ વધારવા ઈચ્છો છો, તો આ તમામ લોન યોજનાઓ તમારી માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.

Mundra Loan આપવામાં આવે છે અને એમાં ઘણી વખત કોઈપણ પ્રકારની ગેરંટી એટલે કે કોઈ પણ જામીનગીરી લેવામાં આવતી નથી.તમે પોતાનો નાનો વ્યવસાય શરૂ કરવા માંગો છો અથવા પહેલાથી ચાલતા બિઝનેસને આગળ વધારવા માંગો છો, તો પ્રધાનમંત્રી મુદ્રા યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થઈ શકે છે. ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ Pradhan Mantri Mudra Yojana યોજના ખાસ કરીને નાના વેપારીઓ, દુકાનદારો અને સ્વરોજગાર લોકો માટે બનાવવામાં આવી છે.

આપણે અગાઉ દિવ્યાંગ પેન્શન યોજના 2026 (Sant Surdas): ₹1000 સહાય – અરજી કરવાની સંપૂર્ણ માહિતી અને ₹25,000 સહાય યોજના 2026 (Manav Garima): 80 ધંધા માટે ટૂલકિટ – અરજી પ્રક્રિયા અને દસ્તાવેજ વિશે જણાવેલ છે. આ લેખમાં હું તમને એકદમ સરળ ભાષામાં સમજાવીશ કે આ PMMY Loan 2026: Shishu, Kishor, Tarun Loan વિગતવાર માહિતી ગુજરાતી યોજના શું છે, તેમાં કેટલો લાભ મળે છે, કોણ અરજી કરી શકે છે અને આખી પ્રક્રિયા કેવી રીતે કરવી.

યોજના શું છે?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (PMMY) એ એવી યોજના છે.Mudra Loan Scheme ભારત સરકાર નાના અને સૂક્ષ્મ ઉદ્યોગકારોને લોન લેવા માટે સહાય કરે છે. જો તમે દુકાન, સર્વિસ, મેન્યુફેક્ચરિંગ કે કોઈપણ નાના બિઝનેસમાં કામ કરો છો, તો તમે આ સરકારી યોજનાનો લાભ લઈ શકો છો. આ સહાય નોન-બેન્કિંગ નાણાકીય કંપનીઓ/સંસ્થાઓ દ્વારા આપવામાં આવે છે જેમ કે નાના ઉદ્યોગો, સેવા ક્ષેત્રના એકમો, દુકાનો, ફૂડ/ખાદ્ય પ્રોસેસિંગ, ટ્રક ઓપરેટર્સ, વાહન-સેવા એકમો, મશીન ઓપરેટર્સ, નાના ઉદ્યોગો, કારોબાર, કૃષિ પ્રોસેસિંગ અને અન્ય રીતે કાર્યરત છે.

આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ એ છે કે જે લોકો પાસે બિઝનેસ કરવાની ઇચ્છા છે પણ પૈસા નથી, તેમને સરળ રીતે લોન મળી શકે. પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ લોન લાયક તમામ નાણાકીય સંસ્થાઓ (MLI) દ્વારા આપવામાં આવે છે, જેમ કે:

  • જાહેર ક્ષેત્રની બેંક ( PSU BANK)
  • ખાનગી ક્ષેત્રની બેંક ( PRIVATE Bank)
  • રાજ્ય સહકારી બેંક
  • પ્રાદેશિક ગ્રામિણ બેંક
  • માઇક્રો ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યુશન (MFI)
  • નોન-બેન્કિંગ ફાઇનાન્સ કંપની (NBFC)
  • સ્મોલ ફાઇનાન્સ બેંક (SFBs)
  • અન્ય બેંકિંગ તથા નાણાકીય સંસ્થાઓ

યોજનાના મુખ્ય લાભ ( Benefits of the Scheme)

હવે આપણે વાત કરીએ કે તમને આ યોજનાથી શું ફાયદો મળશે.

  • તમે ₹50,000 થી લઈને ₹20 લાખ સુધી લોન મેળવી શકો છો.
  • શિશુ કેટેગરીમાં તમને ગેરંટી આપવાની જરૂર નથી.તમને ₹50,000 સુધી લોન મળશે.
  • લોન સીધી બેંક દ્વારા તમારા ખાતામાં જમા થાય છે.
  • નાના અને નવા બિઝનેસ માટે ખૂબ જ મદદરૂપ છે.
  • અરજી કરવાની પ્રક્રિયા પણ સરળ છે. આ લોન પર વ્યાજ દર રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના નિયમો પ્રમાણે બેંક નક્કી કરે છે. સામાન્ય રીતે વ્યાજ દર બીજા લોન જેટલો જ હોય છે.

💰 લોન કેટેગરી (ફાયદા)

Mudra Loan યોજનાને ચાર ભાગમાં વહેંચવામાં આવી છે જેથી દરેક પ્રકારના બિઝનેસને યોગ્ય લોન મળી શકે. આ યોજના ત્રણ પ્રકારોમાં શિશુ, કિશોર, તરુણ અને તરુણ પ્લસ એમ ચાર શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવી છે, જે નાના સૂક્ષ્મ એકમો/ઉદ્યોગકારોને વિકાસ/વિસ્તારના તબક્કા મુજબ ધિરાણની સુવિધા આપે છે.

  • શિશુ: જો તમે નાનો બિઝનેસ શરૂ કરી રહ્યા છો તો તમને ₹50,000 સુધી લોન મળશે.
  • કિશોર: જો તમારો બિઝનેસ થોડો વધ્યો છે તો ₹50,000 થી ₹5 લાખ સુધી લોન મળશે
  • તરુણ: આગળ વધેલા બિઝનેસ માટે ₹5 લાખ થી ₹10 લાખ સુધી
  • તરુણ પ્લસ: મોટા સ્તરે બિઝનેસ માટે ₹10 લાખ થી ₹20 લાખ સુધી

આ યોજના હેઠળ લોન કોણ લઈ શકે?

પ્રધાનમંત્રી મુદ્રા યોજના (Mudrea loan) હેઠળ એવા લોકો લોન માટે અરજી કરી શકે છે, Mudra loan eligibility criteria માં જે ગ્રામ્ય અથવા શહેરી વિસ્તારમાં પોતાનો નાનો વ્યવસાય ચલાવે છે અથવા શરૂ કરવા માંગે છે. ખાસ કરીને એકલ માલિકી (Proprietorship) અથવા પાર્ટનરશિપ ફર્મ ધરાવતા લોકો આ યોજનામાં સરળતાથી અરજી કરી શકે છે. બેંક દ્વારા નક્કી કરાયેલા માર્ગદર્શિકા મુજબ અરજદારને લોન આપવામાં આવે છે. ખાસ કરીને (શિશુ લોન ₹50,000/- સુધી) માટે કોઈપણ પ્રકારની ગેરંટી/સિક્યુરિટી જરૂરી નથી.

આ યોજનાનો લાભ નીચે મુજબના વ્યવસાય ધરાવતા લોકો લઈ શકે છે:

  • નાના ઉત્પાદન એકમો ચલાવતા ઉદ્યોગકારો
  • સેવા ક્ષેત્રમાં કામ કરતા લોકો (જેમ કે સેલૂન, સર્વિસ સેન્ટર વગેરે)
  • દુકાનદારો અને રિટેલ વેપારીઓ
  • ફળ અને શાકભાજી વેચનાર
  • ટ્રક અને ટ્રાન્સપોર્ટ ઓપરેટર્સ
  • ફૂડ સર્વિસ બિઝનેસ (હોટેલ, ફૂડ સ્ટોલ વગેરે)
  • રિપેરિંગ દુકાનો (મોબાઇલ, ઈલેક્ટ્રોનિક્સ વગેરે)
  • મશીન ઓપરેટર્સ અને ટેક્નિકલ કામદાર
  • નાના ઉદ્યોગો અને મેન્યુફેક્ચરિંગ યુનિટ
  • કારીગરો (હસ્તકલા, કળા કામ)
  • ફૂડ પ્રોસેસિંગ અને અન્ય નાના વ્યવસાય

શિશુ લોન માટે જરૂરી ડોક્યુમેન્ટ્સ

  • ઓળખની પુરાવો તરીકે મતદાર ઓળખપત્ર / ડ્રાઈવિંગ લાયસન્સ / પાન કાર્ડ / આધાર કાર્ડ / પાસપોર્ટ / સરકારી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ કોઈપણ ઓળખપત્ર અથવા સ્વ-પ્રમાણિત નકલ.
  • રહેઠાણની પુરાવો – તાજેતરનું ટેલિફોન બિલ / વીજળી બિલ / મ્યુનિસિપલ ટેક્સ રસીદ (2 મહિનાથી જૂની નહીં) / મતદાર ઓળખ કાર્ડ / આધાર કાર્ડ / વ્યક્તિ / માલિક / ભાગીદારીના નામે પાસબુક નકલ અથવા બેંક અધિકારીઓ દ્વારા યોગ્ય રીતે પ્રમાણિત નવીનતમ એકાઉન્ટ સ્ટેટમેન્ટ / નિવાસ પ્રમાણપત્ર / સરકારી સત્તાવાળાઓ દ્વારા જારી કરાયેલ પ્રમાણપત્ર.
  • અરજદારની તાજેતરની રંગીન ફોટોગ્રાફ (2 નકલ) 6 મહિનાથી જૂની ન હોય.
  • તમે શું બિઝનેસ કરશો તેની માહિતી
  • જો કોઈ સાધન ખરીદવાના હોય તો ખરીદવા માટેની મશીનરી / અન્ય વસ્તુઓનું અવતરણ.સપ્લાયરના નામ / મશીનરીની વિગતો / મશીનરી અથવા અન્ય ખરીદેલી વસ્તુઓની કિંમત.
  • અરજદાર કોઈપણ બેંક કે નાણાકીય સંસ્થાના ડિફોલ્ટર ન હોવો જોઈએ અને તેની ક્રેડિટ હિસ્ટ્રી સારી હોવી જોઈએ.
  • પ્રસ્તાવિત પ્રવૃત્તિ હાથ ધરવા માટે વ્યક્તિગત ઉદ્યોગસાહસિક પાસે જરૂરી કુશળતા/અનુભવ/જ્ઞાન હોવું જરૂરી હોય છે.
  • શૈક્ષણિક લાયકાતની જરૂરિયાત, જો કોઈ હોય તો, પ્રસ્તાવિત પ્રવૃત્તિની પ્રકૃતિ અને તેની જરૂરિયાતના આધારે મૂલ્યાંકન કરવામાં આવે છે.
  • વ્યવસાય સાહસની ઓળખ / સરનામાની પુરાવો – નોંધણી લાયસન્સ / નોંધણી પ્રમાણપત્ર / માલિકી દસ્તાવેજ અથવા ભાડાની દસ્તાવેજોની નકલ, વ્યવસાય શરૂ થયેલ સાબિતી, જો કોઈ હોય તો.

કિશોર, તરુણ અને તરુણ પ્લસ લોન માટે

  • ઓળખની પુરાવો – મતદાર ઓળખપત્ર / ડ્રાઈવિંગ લાયસન્સ / પાન કાર્ડ / આધાર કાર્ડ / પાસપોર્ટ અથવા સ્વ-પ્રમાણિત નકલ.
  • રહેઠાણની પુરાવો – તાજેતરનું ટેલિફોન બિલ / વીજળી બિલ / મ્યુનિસિપલ ટેક્સ રસીદ (2 મહિનાથી જૂની નહીં) / મતદાર ઓળખ કાર્ડ / આધાર કાર્ડ અને માલિક / ભાગીદારીના નામે પાસબુક.
  • અરજદારની તાજેતરની રંગીન ફોટોગ્રાફ (2 નકલ) 6 મહિનાથી જૂની ન હોય.
  • વ્યવસાય સાહસની ઓળખ/સરનામાની પુરાવો – વ્યવસાય એકમની માહિતી, નોંધણી અને સરનામા લગતા સંબંધિત લાયસન્સ/નોંધણી પ્રમાણપત્રો/અન્ય દસ્તાવેજોની નકલ.
  • અરજદાર હાલના બેંક/નાણાકીય સંસ્થામાં ડિફોલ્ટર ન હોવો જોઈએ.
  • છેલ્લા વર્ષ, જો કોઈ હોય તો, તેના ખાતાની સ્ટેટમેન્ટ (છેલ્લા 12 મહિનાની).
  • છેલ્લા વર્ષના બેલેન્સ શીટ, આવકવેરા/વેચાણવેરા રિટર્ન વગેરે (રૂ. 2 લાખ અને તેથી વધુ લોન માટે લાગુ).
  • કાયમી મૂડી માળખાના દસ્તાવેજો એક વર્ષ માટે અને મૂળ મૂડી લોનના કિસ્સામાં લોનના સમાયોજન માટે અંદાજિત બેલેન્સ શીટ (રૂ. 2 લાખ અને તેથી વધુ લોન માટે લાગુ).
  • અરજી સબમિટ કરવાની તારીખ સુધી ચાલુ ખાતાના બેંક સ્ટેટમેન્ટ આપવું પડશે.
  • પ્રોજેક્ટ રિપોર્ટ (વ્યવસાય કેવી રીતે શરૂ કરશો અને કેટલો ખર્ચ આવશે તે અંગે વિગતવાર માહિતી).
  • કંપની મેમોરેન્ડમ અને આર્ટિકલ્સ ઓફ એસોસિએશન / પાર્ટનરશિપ ડીડ (જો લાગુ પડે તો)
  • તૃતીય પક્ષ ગેરંટીના કિસ્સામાં, નેટવર્થ બતાવવા માટે ગેરંટી આપનાર પાસેથી સંપત્તિ અને જવાબદારી નિવેદન લેવું પડશે.
what is Mudra loan

Image Credit: This image is AI-generated using Google AI and is used for illustrative purposes only.

📝 અરજી પ્રક્રિયા (Online Apply

હવે સૌથી મહત્વનો ભાગ – અરજી કેવી રીતે કરવી?

Step 1: Registration

સૌપ્રથમ https://www.jansamarth.in અથવા https://portal.udyamimitra.in/Login પરથી ઓનલાઇન અરજી કરી શકાય છે.સૌપ્રથમ અરજદાર તરીકે Registration કરાવો.

Step 2: Select Category

તમે કંંઇ Category માં લોન લેવા માગો છો તે પસંદ કરો. તમારી જરૂરિયાતના આધારે યોગ્ય લોન શ્રેણી શિશુ, કિશોર અથવા તરુણ માંથી એક પસંદ કરો.

Step 3:Fill Application

PAN, GST નંબર અને વ્યવસાય યોજના સહિત વ્યક્તિગત અને વ્યવસાયિક વિગતો ભરો. તમે નવો બિઝનેસ શરૂ કરી રહ્યા છો કે પહેલાથી છે તે પસંદ કરો.

Step 4: Upload Documents

ઓળખનો પુરાવો, સરનામું અને બેંક સ્ટેટમેન્ટ જેવા જરૂરી દસ્તાવેજો અપલોડ કરો..

Step 5: Submit

તમે જે Bank/lender પાસેથી લોન લેવા માગતા હોઇ, તેનો પસંદ કરવા માટે કહેવામાં આવશે તે પસંદ કરો અને અંતમાં અરજી સબમિટ કરો.

એક વાર અરજી થઈ જાય પછી તમને એક Application Number મળશે, જેના દ્વારા તમે તમારી અરજી ટ્રેક કરી શકો છો.


આ બાબતો ખાસ ધ્યાનમાં રાખજો

  • આ લોન સીધી સરકાર આપતી નથી.
  • તમારે બેંક અથવા નાણાકીય સંસ્થા પાસે અરજી કરવી પડે છે.મુદ્રા લોન મેળવવા માટે મુખ્ય કોઈ એકમાત્ર એજન્સી દ્વારા આપવામાં આવતી નથી. લોન લેનારને સીધા સંબંધિત બેંક/નાણાકીય સંસ્થા દ્વારા સંપર્ક કરવો પડશે.
  • અરજી કરતા પહેલા તમામ માહિતી ચકાસવી ખૂબ જ જરૂરી છે

🔗 મહત્વની લિંક્સ (Important links)


🧠 નિષ્કર્ષ (Conclusion)

પ્રધાનમંત્રી મુદ્રા યોજના ખાસ કરીને નાના ધંધા અને વ્યવસાય શરૂ કરવા અથવા તેને આગળ વધારવા માટે બનાવવામાં આવી છે. આ યોજના હેઠળ તમને લોન મળે છે, પરંતુ ધ્યાન રાખો કે આ મફત સહાય નથી — તમને બેંકના નિયમો અનુસાર વ્યાજ સાથે આ રકમ નિયમિતપણે પરત કરવી જરૂરી છે.

લોન પર લાગતું વ્યાજ તે જ હોય છે જે સામાન્ય રીતે બેંકો દ્વારા આપવામાં આવતી લોન પર લાગુ પડે છે. એટલે કે, આ એક જવાબદારીપૂર્ણ નાણાકીય સહાય છે. જો તમે લોન લીધા પછી સમયસર EMI ભરતા નથી અને ડિફોલ્ટર બની જાઓ છો, તો તમારી સામે પણ સામાન્ય લોન જેવી જ કાર્યવાહી થઈ શકે છે, જે તમારા CIBIL સ્કોર અને ભવિષ્યની લોન મેળવવાની ક્ષમતા પર અસર કરી શકે છે.

આથી, તમે જ્યારે તમારા ધંધા પ્રત્યે સંપૂર્ણ ગંભીરતા અને આયોજન સાથે તૈયાર હોવ ત્યારે જ લોન માટે અરજી કરો. માત્ર લોન મેળવવા માટે નહીં, પરંતુ તેને યોગ્ય રીતે ઉપયોગ કરીને તમારા બિઝનેસને સફળ બનાવવા માટે વિચારવું વધુ મહત્વપૂર્ણ છે.

આ લેખમાં આપવામાં આવેલી માહિતી સત્તાવાર વેબસાઇટ અને ઉપલબ્ધ ઓનલાઈન સ્રોતોના આધાર પર તૈયાર કરવામાં આવી છે. છતાં, અરજી કરતા પહેલાં એક વાર નજીકની બેંક અથવા સંબંધિત સરકારી કચેરીમાં જઈને સંપૂર્ણ અને અપડેટ માહિતી મેળવી લેવી વધુ યોગ્ય રહેશે.

Mudra Loan 2026 માટે Aadhaar, PAN અને બેંક ડોક્યુમેન્ટ દર્શાવતો વ્યક્તિ

Leave a Comment