રોડ અક્સ્માત ના ન્યુઝ દરરોજ ક્યાંંક સાંભળવામાં આવે છે. ભારતમાં વસ્તી વધુ છે તેની સાથે ભારતમાં હાલનો પણ વધી ગયા છે. ઘણીવાર વાહન વધુ ગતિમાં હોવાથી અકસ્માત થાય છે પરન્તુ અક્સ્માત થાય ત્યારે વ્યકિત ઘાયલ થાય છે ત્યારે સૌથી પ્રથમ દવાખાને લઇ જવાનું હોય છે.ભારત સરકાર દ્વારા રોડ અકસ્માતના પીડિતોને તાત્કાલિક અને મફત સારવાર પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવેલી એક મહત્વપૂર્ણ યોજના છે. PM RAHAT એટલે રોડ એક્સીડન્ટ વિક્ટિમ હોસ્પિટલાઇઝેશન એન્ડ એશ્યોર્ડ ટ્રીટમેન્ટ સ્કીમ .આ યોજના હેઠળ રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત વ્યક્તિને અકસ્માતની તારીખથી 7 દિવસ સુધી કેશલેસ સારવાર (Cashless Treatment)ની સુવિધા મળશે. સારવાર પર મહત્તમ 1.5 લાખ રૂપિયા સુધીનો ખર્ચ સરકાર તરફથી કવર કરવામાં આવશે.
PM RAHAT Road Accident Scheme in Gujarati
શુ છે PM RAHAT Road Accident Scheme ?
PM RAHAT (Prime Minister’s Road Accident Victims’ Hospitalisation & Assured Treatment) Scheme હેઠળ 112 પર કોલ કરવાથી મળશે.અકસ્માત વખતે પીડિત વ્યક્તિ પોતે, કોઈ રાહદારી અથવા હાજર કોઈ વ્યક્તિ 112 નંબર પર કોલ કરી શકે છે. આ કોલ દ્વારા નજીકની નિશ્ચિત હોસ્પિટલની માહિતી મળશે અને એમ્બ્યુલન્સ બોલાવી શકાશે. આ આખી વ્યવસ્થા ઇમરજન્સી રિસ્પોન્સ સપોર્ટ સિસ્ટમ સાથે જોડાયેલી છે, જેથી પોલીસ, એમ્બ્યુલન્સ અને હોસ્પિટલ પરસ્પર જોડાયેલ હોવાથી તાત્કાલિક કામ કરી શકે.
અકસ્માત પછીનો પ્રથમ કલાક, જેને ‘ગોલ્ડન અવર’ કહેવામાં આવે છે, જો Golden Hour યોગ્ય સારવાર મળે તો દર્દીનો જીવ બચવાની શક્યતા વધી જાય છે. PM RAHAT યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય અકસ્માતના પ્રથમ કલાકમાં જ સારવાર પૂરી પાડીને મૃત્યુદરમાં 50% સુધીનો ઘટાડો કરવાનો છે.

PM RAHAT શુ લાભ મળે ?
આ Road Accident Scheme સંપૂર્ણ કેશલેસ યોજના છે. PM RAHAT યોજના અંતર્ગત દર્દીને 7 દિવસ સુધીની સારવાર તદન ફ્રી આપવામાં આવશે અથવા વધુમાં વધુ 1.50 લાખ રૂપિયા સુધીની મફત સારવાર મળવાપાત્ર રહેશે. જેમાં મેડિકલ રિપોર્ટ અને દવાનો ખર્ચ પણ સામેલ છે, જે દર્દીએ પોતાના ખિસ્સામાંથી એકપણ રૂપિયો ચૂકવવાનો રહેતો નથી.
આ યોજનાનો લાભ લેવા માટે અકસ્માત થયાના 24 કલાકની અંદર નક્કી થયેલી હોસ્પિટલમાં દર્દીને એડમિટ કરવા અનિવાર્ય છે.
PM RAHAT લાભ કોણ લઇ શકે ?
ભારતના તમામ નાગરિકો આ યોજનાનો લાભ લઈ શકે છે.આ યોજનામાં અકસ્માતનો ભોગ બનેલા કોઈ પણ વ્યક્તિ (ભારતીય કે વિદેશી) ને સારવાર મળી શકે છે. આ યોજના માટે કોઈ આવકના દાખલાની કે આયુષ્માન કાર્ડની જરૂર નથી .
અકસ્માતના સમયે જો કોઈ ડોક્યુમેન્ટ ન હોય તો પણ હોસ્પિટલ દ્વારા તાત્કાલિક સારવાર શરૂ કરી દેવામાં આવશે [1]. જોકે, સારવાર શરૂ થયા બાદ આધાર કાર્ડ સબમિટ કરાવવાનું રહેશે.
PM RAHAT SCHEME કેવી રીતે કામ કરે છે?
PM રાહત યોજના હાલમાં બે મુખ્ય ડિજિટલ સિસ્ટમ પર આધારિત છે. એક સિસ્ટમ અકસ્માતની સંપૂર્ણ માહિતી નોંધે છે અને બીજી સારવાર તથા ચુકવણીની પ્રક્રિયા સંભાળે છે. પ્રથમ સિસ્ટમ છે eDAR (Electronic Detailed Accident Report), જેને કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH) સંચાલિત કરે છે. બીજી સિસ્ટમ છે TMS 2.0 (Transaction Management System), જેની જવાબદારી નેશનલ હેલ્થ ઓથોરિટી પાસે છે. આ બંને સિસ્ટમનો મુખ્ય હેતુ એ છે કે અકસ્માતની માહિતી મળતા જ તે ઝડપથી અને સરળ રીતે એક જ પ્રક્રિયામાં આગળ વધે.

અકસાનનો રિપોર્ટ બનાવવાથી લઈને હોસ્પિટલમાં દાખલ થવું, સારવાર કરાવવી, ક્લેઇમ મૂકવો અને પછી હોસ્પિટલને ચુકવણી કરવી.આ બધી પ્રક્રિયા હવે એક જ ડિજિટલ સિસ્ટમ દ્વારા થશે. તેના કારણે સારવારમાં મોડું નહીં પડે અને લોકોને વારંવાર સરકારી કચેરીઓના ચક્કર પણ નથી લગાવવા પડતા.
હોસ્પિટલોને ભોગ બનનારના દર્દીના સારવાર માટેના પૈસા મોટર વ્હીકલ એક્સીડન્ટ ફંડમાંથી આપવામાં આવશે. જો અકસ્માતમાં સામેલ વાહનનો વીમો હશે તો ખર્ચ વીમા કંપની દ્વારા ચૂકવાશે. અને જો હિટ એન્ડ રન કેસ હોય અથવા વાહનનો વીમો ન હોય, તો આ ખર્ચ કેન્દ્ર સરકાર પોતાના બજેટમાંથી આપશે.
ક્લેઇમ મંજૂર થયા પછી 10 દિવસની અંદર હોસ્પિટલને ચુકવણી કરવાની ખાતરી આપવામાં આવી છે.
આ યોજનાથી જોડાયેલી કોઈપણ ફરિયાદ હોય તો તેનું નિરાકરણ જિલ્લા સડક સુરક્ષા સમિતિ દ્વારા કરવામાં આવશે. તેની જવાબદારી જિલ્લા કલેક્ટર અથવા જિલ્લા મેજિસ્ટ્રેટના સ્તરે રહેશે. તેથી લોકોને ફરિયાદ માટે અલગથી કચેરીઓના ચક્કર લગાવવા નહીં પડે.
PM રાહત યોજનામાં ભારત સરકારે પરિવહન, આરોગ્ય, વીમા અને પોલીસ જેવા મહત્વપૂર્ણ વિભાગોને સફળતાપૂર્વક એક સાથે જોડ્યા છે. આ એક સંકલિત અને ઝડપી વ્યવસ્થા બનાવવામાં મદદરૂપ બની છે, જેના કારણે અકસ્માત સમયે તરત જ કાર્યવાહી શક્ય બને છે.
આ યોજનાનો સકારાત્મક પ્રભાવ હવે દેખાવા લાગ્યો છે. હોસ્પિટલો ઝડપથી જોડાઈ રહી છે, 112 નંબર વધુ કાર્યક્ષમ રીતે પ્રતિસાદ આપી રહ્યો છે અને પોલીસની પ્રક્રિયા પણ વધુ સુગમ બની રહી છે, જેથી સારવારમાં કોઈ અનાવશ્યક વિલંબ ન થાય. જિલ્લા સ્તરે પણ આ પ્રક્રિયાનો અમલ સારી રીતે આગળ વધી રહ્યો છે.

ખાસ કરીને PM RAHAT યોજના હેઠળ મહેસાણા જિલ્લામાં એક વ્યક્તિને આ યોજનાના અંતર્ગત સમયસર સારવાર મળી હોવાનો સકારાત્મક ઉદાહરણ સામે આવ્યો છે, જે આ યોજનાની અસરકારકતા દર્શાવે છે.આવનારા સમયમાં આ યોજના સડક અકસ્માતોમાં વધુ જીવ બચાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે એવી આશા રાખી શકાય છે.
મહત્વપૂર્ણ નોંધ (Important Disclaimer)
આ લેખમાં આપેલી તમામ માહિતી વિવિધ ઓનલાઈન સ્રોતો અને ઉપલબ્ધ સરકારી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. સમયાંતરે યોજનાઓમાં સરકાર દ્વારા ફેરફાર, સુધારા અથવા નવી જાહેરાતો કરવામાં આવતી હોય છે.
- Sarvam AI: ભારતનું પોતાનું ChatGPT! જાણો કેમ આ મેડ-ઈન-ઈન્ડિયા AI વિશ્વને ચોંકાવી રહ્યું છે.
- ગુજરાત સરકારની અંત્યેષ્ઠી સહાય યોજના 2026: સિનિયર સિટિઝનના અવસાન પર ₹5000 ની સહાય
- I-khedut પોર્ટલ ચાલુ યોજનાઓનું લિસ્ટ, ભાગ-૦૧
- ખેતીની જમીનની વારસાઈમાં હવે માત્ર ₹300 Stamp Duty!
- Farmer Registry! i-Khedut નવી યોજના યાદી 2026-27: ‘ખેડૂત રજિસ્ટ્રી’ ફરજિયાત, અરજીની છેલ્લી તા.૨૬/૦૪/૨૦૨૬
