i-Khedut in Gujarati
શુ છે i-Khedut પોર્ટલ ?
iKhedut પોર્ટલ એ ગુજરાત સરકારના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલ એક ઓનલાઈન ડિજિટલ પ્લેટફોર્મ છે. આ પોર્ટલનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને ખેતીવાડી, પશુપાલન, અને બાગાયત જેવી વિવિધ સરકારી યોજનાઓની માહિતી એક જ જગ્યાએ પૂરી પાડવાનો અને ઓનલાઈન અરજી કરવાની સુવિધા આપવાનો છે. આ પોર્ટલ દ્વારા ખેડૂત ઘરે બેઠા સરકારી યોજનાઓ જોઈ શકે છે, અરજી કરી શકે છે અને પોતાની અરજીની સ્થિતિ પણ તપાસી શકે છે. લાંબી લાઈનો, સમયનો બગાડ અને ગૂંચવણ થી રાહત મળે છે. કૃષિ મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીએ જાહેરાત કરી છે કે વર્ષ ૨૦૨૬-૨૭ માટે વિવિધ કૃષિ અને પશુપાલનલક્ષી સહાય યોજનાઓનો લાભ લેવા માટે ‘આઈ-ખેડૂત’ (i-Khedut) પોર્ટલ આગામી ૨૭ માર્ચથી એક મહિના માટે ખુલ્લું મુકાશે.

શુ છે i-Khedut પોર્ટલ 2026-27 અરજી કરવાનો સમયગાળો ?
iKhedut પોર્ટલ માં વિવિધ યોજનાઓની અરજીઓ કરી શકાય છે. ચાલુ વર્ષ ૨૦૨૬-૨૭ ના ૨૭ માર્ચ થી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ સુધી વિવિધ યોજનાઓની અરજીનો સમયગાળો નક્કી કરવામાં આવેલ છે. i-Khedut પોર્ટલ 2026-27 ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના કુલ ૧૪૮ ઘટકો કુલ યોજનાઓ હેઠળ સહાય મળશે.
- અરજીનો સમયગાળો: ૨૭ માર્ચ થી ૨૬ એપ્રિલ, ૨૦૨૬ સુધી.
- કુલ યોજનાઓ: ખેતીવાડી, બાગાયત અને પશુપાલન વિભાગના કુલ ૧૪૮ ઘટકો હેઠળ સહાય મળશે.
- વિભાગવાર ઘટકો:
- ખેતીવાડી ખાતું: ૪૨ ઘટકો
- બાગાયત ખાતું: ૯૪ ઘટકો
- પશુપાલન ખાતું: ૧૨ ઘટકો
i-Khedut પોર્ટલ કઈ કઈ યોજનાઓનો લાભ મળશે?
આ પોર્ટલ દ્વારા ખેડૂતો નીચે મુજબની વિવિધ બાબતો પર સબસીડી મેળવવા માટે અરજી કરી શકાશે.
- ખેતીવાડી સાધનો: ટ્રેક્ટર, કમ્બાઈન હાર્વેસ્ટર, રોટાવેટર, પાવર ટીલર અને સ્માર્ટફોન ખરીદી માટે સહાય.
- ખેતી રક્ષણ અને ઉર્જા: કાંટાળા તારની વાડ, પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન), સોલાર પાવર યુનિટ અને પમ્પ સેટ્સ.
- બાગાયત ખેતી: બાગાયત ખાતાની ૨૦ PTO હોર્સપાવર સુધીના મીની ટ્રેક્ટર, નેટ હાઉસ, પોલીહાઉસ, કોલ્ડ સ્ટોરેજ, ફળ, ફૂલ અને શાકભાજીના વાવેતર તેમજ વિશેષ કરીને કમલમ (ડ્રેગન ફ્રૂટ) અને ઓઇલપામના વાવેતર માટે પ્રોત્સાહન આપતી યોજનાઓ હેઠળ સહાય મેળવવા ખેડૂતો અરજી કરી.
- પશુપાલન: કેટલ શેડ બાંધકામ, દૂધાળા પશુના ડેરી ફાર્મ, મરઘાંપાલન તાલીમ સ્ટાઈપેન્ડ, અનેપાડી-વાછરડી ઉછેર અને બકરાં એકમ જેવા ઘટકો હેઠળ સહાય મેળવવા માટે પશુપાલકો અરજી કરી શકશે.
i-Khedut પોર્ટલ ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
ખેડૂતો માટે અરજી પ્રક્રિયા અત્યંત સરળ બનાવવામાં આવી છે. તમે આધાર ઓથેન્ટિકેશન દ્વારા:
- યોજનાઓ લાભ લેવા માટે https://ikhedut.gujarat.gov.in ઓનલાઈન પોર્ટલ પર ખેડુત તરીકેની નોંધણી કરાવવી ફરીજીયાત છે.

મહત્વની સૂચના (Important notice)
કૃષિ મંત્રીશ્રીએ ખેડૂતોને ખાસ વિનંતી કરી છે કે છેલ્લી તારીખની રાહ જોયા વિના વહેલી તકે અરજી કરવી. જેમ જેમ અરજીઓ આવશે અને તેની ચકાસણી પૂર્ણ થશે, તેમ પાત્રતા ધરાવનાર ખેડૂતોને તુરંત જ સબસીડી અને સહાય મળે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
આ વર્ષે અંદાજપત્ર પસાર થયાના ગણતરીના દિવસોમાં જ આ પોર્ટલ ખોલીને ગુજરાત સરકાર ખેડૂતોને નવા વર્ષની શરૂઆતથી જ લાભ આપવા માટે કટિબદ્ધ બની છે.
