નમસ્કાર ખેડૂત મિત્રો,
ગુજરાત સરકારના ખેતીવાડી અને પશુપાલન વિભાગ દ્વારા વર્ષ 2026 માટે વિવિધ કલ્યાણકારી યોજનાઓ જાહેર કરવામાં આવી છે. આ યોજનાઓનો મુખ્ય હેતુ ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા અને પશુપાલકોની આવકમાં વધારો કરવાનો છે. જો તમે પણ આ યોજનાઓનો લાભ લેવા માંગતા હોય, તો આઈ ખેડૂત (i-Khedut) પોર્ટલ પર નીચે મુજબની વિગતો સાથે અરજી કરી શકો છો.ખેતીના યાંત્રીકરણ માટે સરકાર દ્વારા ટ્રેક્ટરથી લઈને ગોડાઉન સુધીની સહાય આપવામાં આવે છે.
I khedut Portal Scheme list
ટ્રેક્ટર (20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધી)
ખેતીના કામમાં સૌથી મહત્વના એવા ટ્રેક્ટરની ખરીદી માટે સરકાર પ્રોત્સાહન આપે છે:
- ક્ષમતા: ૨૦ થી ૬૦ પી.ટી.ઓ. હોર્સ પાવર સુધીના ટ્રેક્ટર.
- સહાય: કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૪૫,૦૦૦/- થી રૂ. ૬૦,૦૦૦/- સુધી (બે માંથી જે ઓછું હોય તે) સહાય મળવાપાત્ર થાય છે.

પાવર ટીલર
- સહાય: મોડેલ અને ક્ષમતા મુજબ રૂ. ૫૦,૦૦૦/- થી રૂ. ૧,૨૦,૦૦૦/- સુધીની સહાય મળે છે.
- શરત: ભારત સરકાર દ્વારા માન્ય ટેસ્ટિંગ સંસ્થાઓ પાસે ટેસ્ટ થયેલ હોવું જોઈએ અને માન્ય મેન્યુફેક્ચરિંગ દ્વારા જ વેચાણ થયેલું હોવું જોઈએ.
વ્હીલ હો (આંતરખેડનું સાધન)
- વર્ણન: નાના ખેડૂતો માટે ખેતરમાં આંતરખેડ કરવા માટેનું ઉપયોગી સાધન.
- સહાય: આ સાધનની ખરીદી પર રૂ. ૧,૦૦૦/- થી રૂ. ૧,૨૦૦/- સુધીની સહાય મળે છે.
પશુ સંચાલિત વાવણીયો
- સહાય: બળદ કે અન્ય પશુ દ્વારા ચાલતા વાવણીયા માટે રૂ. ૮,૦૦૦/- થી રૂ. ૧૦,૦૦૦/- સુધીનું સહાયનું ધોરણ છે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન)
- હેતુ: ખેડૂતો પોતાનો પાક સુરક્ષિત રીતે સંગ્રહ કરી શકે તે માટે ખેતરમાં ગોડાઉન બનાવવા સહાય.
- સહાય: કુલ ખર્ચના ૫૦% અથવા વધુમાં વધુ રૂ. ૧,૦૦૦,૦૦/- (૧ લાખ) બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.

પાક સંરક્ષણ સાધનો (પાવર સંચાલિત સ્પ્રેયર)
જંતુનાશક દવાઓના છંટકાવ માટેના પાવર સ્પ્રેયર પર જાતિ મુજબ અલગ-અલગ સહાય છે:
- સામાન્ય ખેડૂતો (AGR-2): કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૩,૦૦૦/-.
- અનુસૂચિત જનજાતિ (AGR-3): કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦૦/-.
- અનુસૂચિત જાતિ (AGR-4): કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૪,૫૦૦/-.
- પાવર નેપસેક સ્પ્રેયર (૮ થી ૧૨ લિટર): અનુ. જાતિ/જનજાતિ માટે રૂ. ૩,૧૦૦/- અને અન્ય માટે રૂ. ૨,૫૦૦/-.
બેલર (ઘાસની ગાંસડી બાંધવાનું સાધન)
- વર્ણન: ખેતરમાં રહેલા ઘાસ કે પરાળની વ્યવસ્થિત ગાંસડી બાંધવા માટે ટ્રેક્ટર સંચાલિત સાધન.
- સહાય: આ મોંઘા સાધન પર સરકાર રૂ. ૧,૬૦,૦૦૦/- થી રૂ. ૯,૯૦,૦૦૦/- સુધીની માતબર સહાય આપે છે.
રેઇઝડ બેડ પ્લાન્ટર
- વર્ણન: જમીનમાં ઊંચા ક્યારા (Bed) બનાવી વાવણી કરવા માટેનું સાધન.
- સહાય: મોડેલ મુજબ રૂ. ૨૦,૦૦૦/- થી રૂ. ૮૩,૦૦૦/- સુધી સહાય મળવાપાત્ર છે.
રોટરી પાવર ટીલર / પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
- વર્ણન: જાતે ચાલતા મશીન જે નીંદણ દૂર કરવા અને ખેડ કરવા માટે ઉપયોગી છે.
- સહાય: ક્ષમતા મુજબ રૂ. ૫૦,૪૦૦/- થી રૂ. ૬૩,૦૦૦/- સુધીની સહાય મળે છે.
પ્લાઉ (તમામ પ્રકારના)
- વર્ણન: ખેતર ખેડવા માટેના તમામ પ્રકારના હળ (Plough).
- સહાય: હળના પ્રકાર મુજબ રૂ. ૧૭,૬૦૦/- થી રૂ. ૧,૨૫,૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર છે.
પમ્પ સેટ્સ (ઓઇલ એન્જીન)
ખેતીમાં પિયત માટે વપરાતા ઓઇલ એન્જીન પર હોર્સ પાવર (HP) મુજબ નીચે મુજબ સહાય મળે છે:
- ૨ થી ૫ HP: ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૮,૪૦૦/- (બે માંથી જે ઓછું હોય તે).
- ૫ થી ૭.૫ HP: ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૧૧,૦૦૦/-.
- ૭.૫ થી ૮ HP: ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૧૩,૬૦૦/-.
- ૧૦ HP: ખર્ચના ૭૫% અથવા મહત્તમ રૂ. ૧૩,૬૦૦/-.
- અનુ. જાતિ: ૩ થી ૩.૫ HP માટે ૭૫% અથવા રૂ. ૮,૪૦૦/- સહાય.
રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના)
- વર્ણન: પાકની કાપણી અને પૂળા બાંધવા માટેના મશીન માટે.
- સહાય: સાધનના પ્રકાર અને ક્ષમતા મુજબ રૂ. ૨૦,૦૦૦/- થી રૂ. ૨,૭૫,૦૦૦/- સુધીની સહાય. (નોંધ: સાધન ભારત સરકારની માન્ય સંસ્થા દ્વારા ટેસ્ટિંગ થયેલું હોવું જોઈએ).
શ્રેડર / મોબાઈલ શ્રેડર
- વર્ણન: પાકના અવશેષોનો નિકાલ કરી તેમાંથી ખાતર કે ભૂકો બનાવવા માટેનું સાધન.
- સહાય: મોડેલ મુજબ રૂ. ૨૪,૦૦૦/- થી રૂ. ૨,૦૦,૦૦૦/- સુધી સહાય મળવાપાત્ર છે.
પોટેટો પ્લાન્ટર
- વર્ણન: બટાટાની વ્યવસ્થિત વાવણી કરવા માટે ટ્રેક્ટર સંચાલિત સાધન.
- સહાય: આ સાધન માટે રૂ. ૨૬,૪૦૦/- થી રૂ. ૭૫,૦૦૦/- સુધીનું સહાયનું ધોરણ છે.

વોટર કેરીંગ પાઈપલાઈન
ખેતરમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી લઈ જવા માટેની પાઈપલાઈન (PVC/HDPE):
- સામાન્ય ખેડૂતો: ખરીદ કિંમતના ૫૦% અથવા મહત્તમ રૂ. ૧૫,૦૦૦/-.
- અનુ. જાતિ/જનજાતિ: ખરીદ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૧૫,૦૦૦/-.
- ખાસ નોંધ: આ સહાય હેક્ટર દીઠ મર્યાદામાં પ્રતિ લાભાર્થી મળવાપાત્ર છે.
બ્રશ કટર
- વર્ણન: ઘાસ કાપવા કે પાકની કાપણી માટે વપરાતું નાના કદનું પાવર સંચાલિત સાધન.
- સહાય: ક્ષમતા મુજબ રૂ. ૧૬,૦૦૦/- થી રૂ. ૪૪,૦૦૦/- સુધીની સહાય મળે છે.
માનવ સંચાલિત સાધનો (કાપણી)
- વર્ણન: હાથથી ચાલતા કાપણીના આધુનિક સાધનો.
- સહાય: આ સાધનો પર રૂ. ૨,૪૦૦/- થી રૂ. ૩,૦૦૦/- સુધીની સહાય આપવામાં આવે છે.
તારની વાડ (ફેન્સીંગ)
ખેતરના પાકને રખડતા પશુઓથી બચાવવા માટે:
- શરત: જૂથમાં ખેડૂતોનો ઓછામાં ઓછો ૨ હેક્ટર વિસ્તાર હોવો જોઈએ.
- સહાય: રનીંગ મીટર દીઠ રૂ. ૨૦૦/- અથવા ખરેખર ખર્ચના ૫૦% (બે માંથી જે ઓછું હોય તે).
- ડિઝાઇન: થાંભલા વચ્ચેનું અંતર ૩ મીટર અને સિમેન્ટના થાંભલા (RCC) હોવા જરૂરી છે.

માલ વાહક વાહન (Medium Goods Carriage)
ખેતપેદાશોને બજાર સુધી લઈ જવા માટે:
- ક્ષમતા: ૬૦૦ કિ.ગ્રા થી ૧૫૦૦ કિ.ગ્રા. ભાર વહન ક્ષમતા ધરાવતા વાહનો.
- અનુ. જાતિ/જનજાતિ: કુલ ખર્ચના ૩૫% અથવા રૂ. ૭૫,૦૦૦/-.
- અન્ય ખેડૂતો: કુલ ખર્ચના ૨૫% અથવા રૂ. ૫૦,૦૦૦/-.
સબસોઈલર
- વર્ણન: જમીનના નીચેના સખત પડને તોડવા માટે વપરાતું હળ.
- સહાય: મોડેલ મુજબ રૂ. ૧૪,૦૦૦/- થી રૂ. ૭૫,૦૦૦/- સુધીની સહાય મળવાપાત્ર છે.
દેશી ગાયની ખરીદી (સામાન્ય જાતિ – પ્રાકૃતિક ખેતી)
- પાત્રતા: આત્મા (ATMA) કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોય તેવા પશુપાલકો.
- સહાય: પ્રાકૃતિક ખેતી માટે દેશી ગાયની ખરીદી કરવા માટે બેંક ધિરાણ પર વ્યાજમાં વાર્ષિક વધુમાં વધુ ૧૨% અથવા રૂ. ૨૮,૦૦૦/- (બે માંથી જે ઓછું હોય તે) મુજબ સહાય મળે છે.

૧ થી ૨૦ દુધાળા પશુ એકમ (અનુ. જનજાતિ અને તમામ પશુપાલકો)
- વિગત: પશુ એકમની કિંમત અથવા બેંક દ્વારા મંજૂર કરેલ ધિરાણ પર બેંકે ગણેલ વ્યાજ અથવા વધુમાં વધુ ૧૨% વ્યાજ સહાય.
- સમયગાળો: આ સહાય ૫ વર્ષ સુધી મળવાપાત્ર રહે છે.
- શરત: રાષ્ટ્રીયકૃત બેંક અથવા અન્ય સરકારી માન્ય નાણાંકીય સંસ્થા મારફતે ધિરાણ મેળવવું ફરજિયાત છે.
મરઘાપાલન તાલીમ (અનુ. જનજાતિ)
- સ્ટાઈપેંડ: તાલીમ દરમિયાન રૂ. ૨૦૦/- પ્રતિ દિવસ લેખે સહાય.
- કીટ સહાય: સફળતાપૂર્વક તાલીમ બાદ ૪ અઠવાડિયાના ઉછેરેલ ૨૫ આર.આઈ.આર/ક.નાથ પક્ષીઓની કીટ, રાત્રી રક્ષણ માટે ખુડો કે વાંસનો ટોપલો અને ખાદ્ય પદાર્થોની સહાય આપવામાં આવે છે.
૧૦૦૦ બ્રોઈલર પક્ષી ફાર્મ (અનુ. જનજાતિ)
- સહાયનું માળખું: આ યોજનામાં બે તબક્કે સહાય મળે છે:
- પ્રથમ તબક્કો: મકાન બાંધકામ અને સાધનો માટે ૯૦% લેખે મહત્તમ રૂ. ૩,૬૦,૦૦૦/-.
- બીજો તબક્કો: મરઘા પક્ષીના એકમ પેટે ૯૦% લેખે મહત્તમ રૂ. ૪,૫૫,૦૦૦/-.
- કુલ સહાય: એકંદર રૂ. ૮,૧૫,૪૦૦/- સુધીની સહાય મળવાપાત્ર છે.
બકરાં એકમ ૧૦+૧ (અનુ. જાતિ અને જનરલ કેટેગરી)
- અનુસૂચિત જાતિ: રૂ. ૧,૨૦,૦૦૦/- ની યુનિટ કિંમતના ૭૫% અથવા ખરેખર થયેલ ખર્ચ (જે ઓછું હોય તે).
- જનરલ કેટેગરી: રૂ. ૧,૨૦,૦૦૦/- ની યુનિટ કિંમતના ૨૫% અથવા ખરેખર થયેલ ખર્ચ (જે ઓછું હોય તે).
- એકમ: આમાં ૧૦ બકરી અને ૧ બકરો (૧૦+૧) રાખવાના હોય છે.
૧૦૦ બ્રોઈલર પક્ષી એકમ (અનુ. જાતિ)
- વિગત: ૧૦૦ ચો.ફૂટ શેડ બાંધકામ, સાધન, ૨૦૦ પક્ષીઓ અને આહાર માટે સહાય.
- સહાય: કુલ યુનિટ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૩૬,૦૦૦/- સુધીની સહાય મળે છે.
ઘાસચારા બિયારણ મિનીકીટ (સામાન્ય જાતિ)
- લાભ: પશુઓને સારો અને ગુણવત્તાયુક્ત ચારો મળી રહે તે માટે સુધારેલ જાતના ઘાસચારા બિયારણની મીનીકીટનું વિનામુલ્યે (Free) વિતરણ કરવામાં આવે છે.
૧૨ દુધાળા પશુના ડેરી ફાર્મની સ્થાપના
- વ્યાજ સહાય: ૫ વર્ષ સુધી સામાન્ય કેટેગરી અને મહિલા/SC/ST લાભાર્થીઓને ૮.૫% વ્યાજ સહાય.
- કેટલશેડ: શેડ બાંધકામ પર ૫૦% લેખે મહત્તમ રૂ. ૧.૫૦ લાખ સહાય.
- અન્ય સાધનો: ઈલેક્ટ્રિક ચાફકટર (રૂ. ૧૮,૦૦૦ થી ૨૧,૬૦૦), ફોગર સિસ્ટમ (રૂ. ૬,૦૦૦ થી ૭,૨૦૦) અને મિલ્કીંગ મશીન (રૂ. ૩૩,૭૫૦ થી ૪૦,૫૦૦) માટે પણ યુનિટ કોસ્ટ મુજબ સહાય મળે છે.
- નોંધ: બેંકમાંથી ધિરાણની સૈદ્ધાંતિક મંજૂરી મેળવ્યા બાદ જ આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે.
અનુસૂચિત જાતિના પશુપાલકો માટે કેટલ શેડ અને પાણીની ટાંકી
- યોજના: અનુસૂચિત જાતિના પશુપાલકોનાં પશુ રહેણાંક માટે કેટલ શેડ, પાણીની ટાંકી બનાવવા સહાય.
- લાભ: ગાય કે ભેંસ વર્ગના ૨ પશુઓ માટે આ સહાય મળે છે.
- સહાયનું ધોરણ: કુલ થયેલ ખર્ચના ૭૫% અથવા વધુમાં વધુ રૂ. ૩૦,૦૦૦/- બે માંથી જે ઓછું હોય તે મળવાપાત્ર થાય છે.
૧૦૦ બ્રોઈલર પક્ષી એકમ (અનુસૂચિત જનજાતિ)
- વિગત: અનુસૂચિત જન જાતિના લાભાર્થીઓને ૧૦૦ બ્રોઈલર પક્ષીઓના એકમની સ્થાપના માટે સહાય.
- શું સમાવેશ થાય છે: ૧૦૦ ચો.ફૂટ શેડનું બાંધકામ, સાધન-સામગ્રી, ૨૦૦ પક્ષીઓ અને તેના આહારનો ખર્ચ.
- સહાય: કુલ યુનિટ કિંમતના ૭૫% અથવા મહત્તમ રૂ. ૩૬,૦૦૦/- ની સહાય મળે છે.
દેશી ગાયની ખરીદી (અનુ. જાતિ – પ્રાકૃતિક ખેતી)
- શરત: આત્મા (ATMA) કચેરી દ્વારા આપવામાં આવતી પ્રાકૃતિક ખેતીની તાલીમ લીધેલ હોય તેવા પશુપાલકો જ આનો લાભ લઈ શકે.
- સહાય: બેંક દ્વારા લીધેલ ધિરાણ પર વ્યાજમાં વાર્ષિક વધુમાં વધુ ૧૨% અથવા રૂ. ૨૮,૦૦૦/- (બે માંથી જે ઓછું હોય તે) મુજબ વ્યાજ સહાય મળે છે.
પાડી-વાછરડી ઉછેર સહાય
- લાભાર્થી: કૃત્રિમ બીજદાનથી જન્મેલ અને ૩ થી ૬ માસની વયની ગાય/ભેંસની ૨ વાછરડી/પાડી માટે લાભ મળે છે.
- સમયગાળો: ૧૮ માસના ઉછેર માટે સહાય.
- સહાય: પશુ આહાર અને મિનરલ મિક્સરના ખર્ચના ૫૦% ની મર્યાદામાં, મહત્તમ રૂ. ૧૫,૦૦૦/- પ્રતિ પાડી/વાછરડી દીઠ સહાય. (નોંધ: દાણ અને મિનરલ મિક્સર મેળવ્યા બાદ પરિવહન ખર્ચ અરજદારે ભોગવવાનો રહે છે.)
રાજ્યના શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર

પશુપાલકોને પ્રોત્સાહિત કરવા માટે ત્રણ સ્તરે પુરસ્કાર આપવામાં આવે છે:
- તાલુકા કક્ષાએ: પ્રથમ ઈનામ રૂ. ૧૦,૦૦૦, દ્વિતીય રૂ. ૭,૦૦૦ અને તૃતિય રૂ. ૫,૦૦૦.
- જીલ્લા કક્ષાએ: પ્રથમ ઈનામ રૂ. ૩૧,૦૦૦ અને દ્વિતીય રૂ. ૨૧,૦૦૦.
- રાજ્ય કક્ષાએ: પ્રથમ ઈનામ રૂ. ૫૧,૦૦૦, દ્વિતીય રૂ. ૪૧,૦૦૦ અને તૃતિય રૂ. ૩૧,૦૦૦.
- નોંધ: વિજેતા પશુપાલક ૩ વર્ષ પછી જ ફરીથી અરજી કરી શકે છે.
ઘાસચારા બિયારણ મિનીકીટ (અનુસૂચિત જાતિ)
- હેતુ: પશુઓને ગુણવત્તાયુક્ત લીલો ચારો મળી રહે તે માટે.
- લાભ: પશુપાલકોને પ્રદર્શન (Demonstration) હેતુ માટે સુધારેલ જાતના ઘાસચારાના બિયારણની મીનીકીટ વિનામુલ્યે (Free) આપવામાં આવે છે.
ગાભણ / વિયાણ થયેલ પશુઓ માટે ખાણદાણ સહાય
વાર્ષિક પ્રતિ પશુ પ્રતિ પશુપાલક (કુટુંબ) દીઠ અંદાજીત ૧૫૦ કિલો ખાણદાણ સહાય આપવામાં આવશે. નિયત થયેલ ખાણદાણના ભાવે જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ મારફતે લાભાર્થીને ખાણદાણ વિતરણ કરવાનું રહેશે. લાભાર્થી દીઠ કુલ ૧૫૦ કિલો ખાણદાણ મળવાપાત્ર થશે.
અરજી કરવાની પ્રક્રિયા અને સમયગાળો
- અરજી કરવાની તારીખ: ૨૭/૦૩/૨૦૨૬ થી ૨૬/૦૪/૨૦૨૬.
- ક્યાં અરજી કરવી: ઓનલાઈન અરજી i-Khedut Portal પર કરવાની રહેશે.
- જરૂરી દસ્તાવેજો: ૭/૧૨ અને ૮-અ ના ઉતારા, આધાર કાર્ડની નકલ, બેંક પાસબુકની નકલ, અને રેશનકાર્ડ.
મહત્વપૂર્ણ સૂચના
- i-Khedut પોર્ટલ પર યોજનાનો લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે i-Khedut પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે.
- જેમાં આધાર ચકાસણી માટે OTP આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર જ OTP મોકલવામાં આવશે.
- પોર્ટલ 27/03/2026 થી 26/04/2026 સુધી 1 મહિના માટે ખુલ્લું રહેશે. જેથી તમામ અરજદારોને અરજી કરવા માટે પૂરતો સમયગાળો મળી રહેશે. જેની ખાસ નોંધ લેશો.
i-Khedut Portal 2026, Gujarat Khedut Yojana, Agriculture Subsidy Gujarat, Pashupalan Yojana 2026, Tractor Subsidy Gujarat, Tar Fencing Yojana, ખેડૂત સહાય યોજના, આઈ ખેડૂત અરજી.
