ગુજરાત માં હાલ સરકાર દ્રારા ઘણી બધી યોજનાઓ ચલાવામાં આવી રહી છે જેમ કે વનબંધુ કૃષિયાંત્રીકરણ યોજના, AGR-3 (Farm Mechanization) યોજના , AGR-2 (Farm Mechanization) યોજના, AGR-4 (Farm Mechanization) યોજના, AGR-6 (Farm Mechanization) યોજના, AGR-3 (Farm Mechanization) યોજના છે. આ યોજનાઓ ગુજરાત અલગ અલગ વિસ્તારમાં રહેતા ખેડુતે ઘ્યાનમાં લઇને બહાર પાડવામાં આવી છે. જેની અંદર ટ્રેકટર, તારની વાડ , ગોડાઉન, કોદળી, પાવડો, ખુરપી ખરીદવા માટે સહાય આપવામાં આવે છે. અત્યારે આ તમામ યોજના માટે અરજી કરવા માટે i-khetud પોર્ટલ પર ફોર્મ ભરવાનુ ચાલુ છે. હાલ I-khedut પોર્ટલ ચાલુ યોજનાઓનું લિસ્ટ નીચે મુજબ છે.
I-khedut portal 2026 yojana list
ટ્રેક્ટર ખરીદવા સહાય યોજના
હાલમાં I-khedut માં સૌથી મોટી સહાય યોજનામાં 20 PTO HP થી વધુ અને 60 PTO HP સુધીના હોર્સ પાવર સુધીના મોડેલ ટ્રેકટર ખરીદવા માટે ખર્ચના ૨૫ % અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- ની મર્યાદામાં બેમાંથી જે ઓછું હોય તે મળવા પાત્ર છે.
પાવર ટીલર સહાય યોજના
પાવર ટીલર ખરીદવા માટે રૂ. 50,000 /- થી રૂ. 1,20,000/- સહાય લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને I-khedut પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ/સાધનની તેઓના મેન્યુફેક્ચરર/વેન્ડરના ઓથોરાઈઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે
વ્હીલ હો (આંતરખેડનું સાધન) સહાય યોજના
વ્હીલ હો (આંતરખેડનું સાધન) ખરીદવા સારૂ ખેડુતને સહાય તરીકે રૂ. 1,000 / – થી રૂ.1,200/- મળવા પાત્ર છે. ખેડુત લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને I-khedut પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ/સાધનની તેઓના મેન્યુફેક્ચરર/વેન્ડરના ઓથોરાઈઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે.
પશુ સંચાલીત વાવણીયોસહાય યોજના
પશુ સંચાલીત વાવણીયો ખરીદવા સારૂ સહાય રૂ. 8,000 /- થી રૂ. 10,000/- લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને I-khedut પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ/સાધનની તેઓના મેન્યુફેક્ચરર/વેન્ડરના ઓથોરાઈઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશે.
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) સહાય યોજના
પાક સંગ્રહ સ્ટ્રક્ચર (ગોડાઉન) બનાવવા સારૂ કુલ ખર્ચના ૫૦% અથવા રૂ. ૧,૦૦,૦૦૦/- બેમાંથી જે ઓછુ હોય તે
પાક સંરક્ષણ સાધનો- પાવર સંચાલીત સહાય યોજના
સામાન્ય ખેડૂતો માટે પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૫૦% અથવા રૂ. ૩૦૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
અનુસુચિત જનજાતીનાં ખેડૂતો માટે પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
અનુસુચિત જાતીનાં ખેડૂતો માટે પાવર/મશીનથી ચાલતા સાધન પર સાધનની કિંમતના ૭૫% અથવા રૂ. ૪૫૦૦/- બે માથી જે ઓછું હોય તે. ખાતા દીઠ વધુમાં વધુ એક નંગ
પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૮ થી ૧૨ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૧૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૨૫૦૦/-
પાવર સંચાલિત નેપસેક પમ્પ / પાવર સંચાલિત તાઇવાન પમ્પ (૧૨ થી વધુ અને ૧૬ લિટર કેપેસીટી) અનુ. જાતિ / જન જાતિ; નાના / સીમાંત; મહિલા ખેડૂતને રૂ. ૩૮૦૦/- અને, અન્ય લાભાર્થીને રૂ. ૩૦૦૦/
બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) સહાય યોજના
બેલર (ટ્રેકટર સંચાલીત ઘાસની ગાંસડી બાંધવાનું સાધન) ખરીદવા સહાય ધોરણ રૂ. 1,60,000 /- થી રૂ. 9,90,000/- આપવામાં આવે છે.
રેઇઝ બેડ પ્લાન્ટર સહાય યોજના
રેઇઝ બેડ પ્લાન્ટર ખરીદવા માટે રૂ. 20,000 / – થી રૂ. 83,000/- સહાય આપવામાં આવે છે.
લાભાર્થીએ તેઓની પસંદગી અનુસાર ભારત સરકાર દ્વારા માન્ય કરેલ ટેસ્ટિંગ સંસ્થાઓ દ્વારા ટેસ્ટિંગ થયેલ અને I-khedut પોર્ટલ પર પ્રદર્શિત/રજીસ્ટર થયેલ કંપનીના માન્ય મોડેલ/સાધનની તેઓના મેન્યુફેક્ચરર/વેન્ડરના ઓથોરાઈઝડ ડીલર પાસેથી ખરીદી કરવાની રહેશ
રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ)/ પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ)
સહાય ધોરણ રૂ. 50,400 / – થી રૂ. 63,000/-
પ્લાઉ (તમામ પ્રકારના )
સહાય ધોરણ રૂ. 17,600 /- થી રૂ. 1,25,000/-
અનુ જાતિ/જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40 % અથવા રૂ.100000 એ બે માંથી જે ઓછુ હોય તે
અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50 % અથવા રૂ.125000 એ બેમાંથી જે ઓછુ હોય તે
નુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50 % અથવા રૂ.125000 એ બેમાંથી જે ઓછુ હોય તે
અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50 % અથવા રૂ.125000 એ બેમાંથી જે ઓછુ હોય તે
અનુ જાતિ/જનજાતિ ના ખેડૂતો માટે કુલ ખર્ચના 60 % અથવા રૂ.125000 એ બેમાંથી જે ઓછુ હોય તે.
AGR-2 ફાર્મ મીકેનાઈઝેશન યોજના હેઠળ
અનુ જાતિ/જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40 % અથવા રૂ.100000 એ બે માંથી જે ઓછુ હોય તે.
અનુ જાતિ/જનજાતિ સિવાયના સામાન્ય વર્ગના ખેડૂતો માટે કુલ ખર્ચના 40 % અથવા રૂ.100000 એ બે માંથી જે ઓછુ હોય તે.
અનુ .જાતિ/જન જાતિ સિવાયના સામાન્ય વર્ગના નાના/સિમાંત; મહિલા ખેડૂતો માટે કુલ ખર્ચના 50 % અથવા રૂ. 125000 એ બેમાંથી જે ઓછુ હોય તે.
વનબંધુ કૃષિયાંત્રીકરણ યોજના
અનુ .જન જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60 % અથવા રૂ. 125000 એ બેમાંથી જે ઓછુ હોય તે.
એજીઆર ૪ ફાર્મ મીકેનાઈઝેશન
અનુ . જાતિના ખેડૂતો માટે કુલ ખર્ચના 60 % અથવા રૂ. 125000 એ બેમાંથી જે ઓછુ હોય તે.
i-Khedut પોર્ટલ પર યોજનાનો લાભ મેળવવા માટે તમામ લાભાર્થીઓ માટે i-Khedut પોર્ટલ પર નોંધણી કરાવવાની રહેશે. જેમાં આધાર ચકાસણી માટે OTP આધાર સાથે જોડાયેલા મોબાઇલ નંબર પર જ OTP મોકલવામાં આવશે. પોર્ટલ 27/03/2026 થી 26/04/2026 સુધી 1 મહિના માટે ખુલ્લું રહેશે. જેની ખાસ નોંધ લેશો.
