ખેડૂત મિત્રો માટે ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી સરકાર દ્વારા ખેડૂતોને મળતી તમામ યોજનાઓ અને સેવાઓ હવે વધુ સરળ બનાવવા માટે ફાર્મર રજિસ્ટ્રી શરૂ કરવામાં આવી છે. જો તમે નોંધણી કરાવી લેશો તો ભવિષ્યમાં મળતા તમામ સરકારી લાભો સીધા અને સરળતાથી મળશે. ગુજરાત સરકારના કૃષિ અને ખેડૂત કલ્યાણ વિભાગ (Agriculture , Farmers Welfare & Co-Operation Department Government Of Gujarat) દ્વારા વિવિધ યોજનાઓ માટે સહાય મેળવવા માટે https://ikhedut.gujarat.gov.in (I-khedut) પોર્ટલ બનાવામાં આવ્યુ છે.
Gujarat Farmer Registry in Gujarati.
શા માટે Farmer registry mandatory છે?
ગુજરાત રાજ્યમાં ખેડૂતો માટે એક મહત્વપૂર્ણ પહેલ તરીકે ખેડૂત નોંધણી શરૂ કરવામાં આવી છે. આ સિસ્ટમ હેઠળ દરેક ખેડૂત માટે એક યુનિક ફાર્મર આઈડી (ફાર્મર આઈડી) બનાવવામાં આવશે. Farmer registry માં એટલે કે તમે ગુજરાતમાં વસવાટ કરો છો અને તમે ખેડુત છો. તેવી ખેડુત નોંધણી કરાવશો તો આગળથી સરકારી યોજના/સેવાઓના તમામ ખેડૂત-કેન્દ્રિત લાભો સરળતાથી મળશે. ગુજરાતમાં વસતો કોઇ પણ ખેડુત જે પોતાની જમીન ધરાવે છે તે પોતે મોબાઇલ / વેબ થી અથવા ગામના VCE / CSC સેન્ટર પરથી પણ નોંધણી કરાવી શકો છો.
નીચે જણાવેલ વેબસાઇટ અને મોબાઇલ એપ ડાઉનલોડ કરીને Farmer registry કરાવી શકે છે.

- ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ: https://gjfr.agristack.gov.in/
- ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://play.google.com/store/apps/details?id=com.agristack.gj.farmerregistry&pcampaignid=web_share
Farmer registry કેવી રીતે કરાવવુ?
ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ અને ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ થી કેવી રીતે કરવુ તેના મદદ માટે વિડિયો ની લિંંક્સ આપેલ છે. જે વિડિયો જોઇ જાતે ખેડુત તરીકે રજીસ્ટ્રેશન કરાવી શકશો.
- ફાર્મર રજિસ્ટ્રી વેબસાઇટ: https://youtu.be/sg4oFzcgNY0?si=g2yP_dkl44A8Rt9d
- ફાર્મર રજિસ્ટ્રી મોબાઇલ એપ: https://youtu.be/5jqBuF6bXsk?si=tOiX6ceEBCo_y5Az
- Helpline Number: 079-23256200
i-Khedut Portal 2026, Gujarat Khedut Yojana, Agriculture Subsidy Gujarat, Pashupalan Yojana 2026, Tractor Subsidy Gujarat, Tar Fencing Yojana, ખેડૂત સહાય યોજના, આઈ ખેડૂત અરજી.
