કેદી સહાય યોજના ગુજરાત 2026: કેદીના કુટુંબને ₹25,000 સહાય

ગુજરાત સરકાર દ્વારા રાજ્યના નાગરિકોના કલ્યાણ માટે ઘણી સરકારી યોજનાઓ (Government Schemes) ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે કેદી સહાય યોજના ગુજરાત (Kedi Sahay Yojana Gujarat).

આ યોજના હેઠળ એવા કેદીઓના કુટુંબને આર્થિક સહાય આપવામાં આવે છે જેમના પરિવારનો મુખ્ય કમાઉ સભ્ય જેલમાં સજા ભોગવી રહ્યો હોય.

ઘણા વખત એવી પરિસ્થિતિ સર્જાય છે કે કોઈ વ્યક્તિથી ગુનો થઈ જાય છે અને ત્યારબાદ અદાલતના આદેશ મુજબ તેને જેલમાં સજા ભોગવવી પડે છે. ઘણીવાર આ વ્યક્તિ જ તેના પરિવારનો Main Earning Member હોય છે.

જ્યારે આ વ્યક્તિ જેલમાં જાય છે ત્યારે તેના કુટુંબ પર ગંભીર Financial Problem ઉભી થાય છે. આવા સંજોગોમાં પરિવારને જીવન નિર્વાહમાં મુશ્કેલી પડે છે.

આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે કેદીભાઈઓ તેમજ તેના કુટુંબીજને સહાય આપવાની યોજના શરૂ કરી છે.

આ યોજના હેઠળ કેદીના કુટુંબને ₹25,000 સુધીની આર્થિક સહાય (Financial Assistance) આપવામાં આવે છે જેથી તેઓ નાના રોજગાર માટે સાધનો ખરીદી શકે.

કેદી સહાય યોજના 2026 Kedi Sahay Yojna

કેદી સહાય યોજનાનો હેતુ (Objective of the Scheme)

કોઇ પણ વ્યક્તિ જેલ થાય ત્યારે તે આરોપી બની જતો નથી. કોર્ટમાં કેસ ચાલે ત્યારબાદ ગુનો સાબિત થાય પછી આરોપી સાબિત થાય છે. ઘણી વ્યક્તિની આર્થિક સ્થિતિ સારી ના હોવાથી તેઓ મફત કાનુની સહાય દ્રારા વકિલ તેમજ કાનુની સહાય મળે છે. પરન્તુ તેના પરિવાર માટે પણ સરકારે કેદી સહાય યોજના શરૂ કરી છે. કેદી સહાય યોજનાનો મુખ્ય હેતુ કેદીના કુટુંબને આર્થિક રીતે મજબૂત બનાવવાનો છે. જ્યારે કુટુંબનો મુખ્ય કમાઉ સભ્ય જેલમાં હોય ત્યારે પરિવારને રોજિંદા જીવન માટે ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. કોઇ

  • કેદીના કુટુંબને કેદી ગેરહાજરીમાં આર્થિક સહાય મળે
  • પરિવાર રોજગાર માટે જરૂરી સાધનો ખરીદી શકે
  • પરિવાર Self Employment દ્વારા આવક મેળવી શકે
  • પરિવાર ફરીથી Self Dependent બની શકે

આ પ્રકારની સહાયથી કેદીના કુટુંબને જીવન નિર્વાહ માટે નવી શરૂઆત કરવાની તક મળે છે.

1773463275090

કેદી સહાય યોજનાની સહાયની રકમ (Benefit Amount)

આ યોજના હેઠળ લાભાર્થીને ₹25,000 (અંકે રૂપિયા પચીસ હજાર) ની સહાય આપવામાં આવે છે.

આ સહાય One Time Financial Assistance તરીકે આપવામાં આવે છે એટલે કે આ સહાય એક વખત જ આપવામાં આવે છે.સહાયનો ઉપયોગ કયા કામ માટે થઈ શકે?

આ રકમ ખાસ કરીને Self Employment Tools ખરીદવા માટે આપવામાં આવે છે.

સહાયનો ઉપયોગ કયા કામ માટે થઈ શકે?

આ યોજનામાં મળતી સહાયનો ઉપયોગ નીચે મુજબના સાધનો ખરીદવા માટે કરી શકાય છે:

  • પશુપાલન માટે દુધાળા ઢોર ખરીદવા
  • પુરુષ જેલ થયેલ હોય ઘરની મહિલાને સિલાઈ મશીન ખરીદવા
  • ચાર પૈડાની લારી (Hand Cart) ખરીદવા
  • નાનો ધંધો શરૂ કરવા માટે સાધનો ખરીદવા

આ સાધનો દ્વારા પરિવાર પોતાનું Small Business શરૂ કરી શકે છે અને પોતાની આવક ઉભી કરી શકે છે.

કેદી સહાય યોજના માટેની પાત્રતા (Eligibility Criteria)

કેદી સહાય યોજના હેઠળ લાભ મેળવવા માટે નીચેની Eligibility Conditions પૂર્ણ કરવી જરૂરી છે.

  • કેદીને ઓછામાં ઓછા 5 વર્ષ અથવા તેથી વધુ સજા થયેલી હોવી જોઈએ. તેવા કિસ્સામાં કેદી સહાય યોજનાનો લાભ મળવાપાત્ર છે.
  • કેદી તેના કુટુંબનો Main Earning Member અથવા એકમાત્ર કમાઉ સભ્ય હોવો જોઈએ.
  • કેદી સહાય યોજના લાભ એવા પરિવારને આપવામાં આવશે જે કેદીનુ કુટુંબ BPL (Below Poverty Line) હેઠળ આવતું હોવું જોઈએ.

જો ઉપરોક્ત શરતો પૂર્ણ થાય છે તો કેદીના કુટુંબને આ કેદી સહાય યોજના લાભ મળવા પાત્ર બને છે.

આવક મર્યાદા (Income Limit)

આ યોજના હેઠળ લાભ મેળવવા માટે કુટુંબની વાર્ષિક આવક નીચે મુજબ હોવી જરૂરી છે.

શહેરી વિસ્તાર₹1,50,000 સુધી
ગ્રામ્ય વિસ્તાર₹1,20,000 સુધી

આ માટે અરજદારે મામલતદારનો આવક દાખલો (Income Certificate) રજૂ કરવો જરૂરી છે.

જરૂરી દસ્તાવેજો (Required Documents)

આ યોજનામાં અરજી કરતી વખતે નીચેના Documents જરૂરી પડી શકે છે.

  • કેદીનો જેલ સર્ટિફિકેટ
  • સજા થયાનો પુરાવો ( Court Judgment)
  • આવક દાખલો (Income Certificate)
  • કેદીના આધારકાર્ડ નકલ
  • રેશન કાર્ડની નકલ
  • BPL સર્ટિફિકેટ
  • બેંક એકાઉન્ટની માહિતી

અરજી કરવાની પ્રક્રિયા (Application Process)

કેદી સહાય યોજના માટે અરજી કરવાની પ્રક્રિયા થોડું અલગ પ્રકારની છે કારણ કે અરજી સીધી કેદી દ્વારા જેલમાંથી કરવામાં આવે છે.

Step 1- જેલમાં સજા ભોગવતા કેદીએ જેલના Welfare Officer ને અરજી આપવી પડે છે.

Step 2- આ અરજી પછી District Social Security Officer (જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી) પાસે તપાસ માટે મોકલવામાં આવે છે.

Step 3-અધિકારી દ્વારા કેસની Verification અને Inquiry કરવામાં આવે છે

Step 4 -તપાસ પૂર્ણ થયા બાદ અધિકારી તેનો અહેવાલ જેલ સમિતિને મોકલે છે.

Step 5-ત્યારબાદ Jail Committee કેસની ભલામણ કરીને સમાજ સુરક્ષા ખાતાને મોકલે છે.

Step 6 -સમાજ સુરક્ષા ખાતા દ્વારા મંજૂરી મળ્યા પછી સહાયની રકમ District Social Security Officer મારફતે કેદીના કુટુંબને આપવામાં આવે છે.

મહત્વપૂર્ણ શરતો (Important Conditions)

આ યોજના માટે કેટલીક મહત્વપૂર્ણ શરતો પણ લાગુ પડે છે.

  • સહાયથી ખરીદેલા સાધનોનો ઉપયોગ માત્ર મંજૂર થયેલા હેતુ માટે જ કરવો પડશે. કેદી સહાય યોજના હેઠળ સરકાર દ્વારા આપવામાં આવતી આર્થિક સહાયનો ઉપયોગ ખાસ કરીને રોજગાર માટે જરૂરી સાધનો ખરીદવા માટે કરવામાં આવે છે. લાભાર્થીએ આ સહાયથી ખરીદેલા સાધનોનો ઉપયોગ તે જ કાર્ય માટે કરવો જરૂરી છે જે હેતુસર સહાય મંજૂર કરવામાં આવી હોય.
  • અરજી Welfare Officer / Liaison Officer / Senior Jailer / Probation Officer મારફતે મોકલવાની રહેશે. કેદી સહાય યોજના હેઠળ અરજી કરવાની પ્રક્રિયા નિયમ મુજબ જ કરવામાં આવે છે. જેલમાં સજા ભોગવી રહેલા કેદીએ પોતાની અરજી સીધી મોકલવાની બદલે જેલમાં નિયુક્ત અધિકારીઓ મારફતે રજૂ કરવાની હોય છે. Welfare Officer, Liaison Officer, Senior Jailer અથવા Probation Officer અરજીની પ્રાથમિક ચકાસણી કરીને તેને આગળ સંબંધિત કચેરીમાં મોકલે છે.
  • દરેક કેસની પ્રાથમિક તપાસ District Chief Officer દ્વારા કરવામાં આવશે. કેદી સહાય યોજના હેઠળ અરજી મળ્યા બાદ સંબંધિત જિલ્લાના District Chief Officer દ્વારા કેસની પ્રાથમિક તપાસ કરવામાં આવે છે. આ તપાસ દ્વારા અરજદારની પાત્રતા અને દસ્તાવેજોની ચકાસણી કરવામાં આવે છે
  • કેદી સહાય સમિતિ દરેક કેસની વિગતવાર તપાસ કર્યા પછી જ મંજૂરી આપે છે. અરજી અને અહેવાલ મળ્યા બાદ કેદી સહાય સમિતિ કેસની સંપૂર્ણ ચકાસણી કરે છે. પાત્રતા, દસ્તાવેજો અને તપાસના અહેવાલના આધારે યોગ્ય જણાય તો જ સહાય મંજૂર કરવામાં આવે છે જેથી લાભ સાચા અને પાત્ર કુટુંબ સુધી પહોંચી શકે.
  • આ શરતોનું પાલન કરવું જરૂરી છે.

વધુ માહિતી ક્યાંથી મેળવવી?

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી

નિયામકશ્રી, સમાજ સુરક્ષા ખાતાની કચેરી
બ્લોક-નં-૧૬, ભોય તળિયે,
ડૉ.જીવરાજ મહેતા ભવન,
સેક્ટર-૧૦, ગાંધીનગર.-૩૮૨૦૧૦
ગુજરાત (ઇન્ડિયા)

અહીંથી તમને આ યોજના અંગે સંપૂર્ણ માર્ગદર્શન અને માહિતી મળી શકે છે.

નિષ્કર્ષ (Conclusion)

કેદી સહાય યોજના ગુજરાત સરકારની એક ખૂબ જ મહત્વપૂર્ણ Social Welfare Scheme છે. આ યોજના દ્વારા એવા પરિવારોને મદદ મળે છે જેમનો મુખ્ય કમાઉ સભ્ય જેલમાં હોવાને કારણે તેઓ આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યા હોય.

સરકાર દ્વારા આપવામાં આવતી ₹25,000 ની Financial Assistance દ્વારા પરિવાર નાના ધંધા માટે સાધનો ખરીદી શકે છે અને પોતાનું જીવન ફરીથી ગોઠવી શકે છે.

આ યોજનામાં મળતી આર્થિક સહાયથી કેદીના કુટુંબને નાના પાયે પોતાનો વ્યવસાય શરૂ કરવાની તક મળે છે. સરકાર દ્વારા આપવામાં આવતી સહાયથી તેઓ સિલાઈ મશીન, દુધાળા ઢોર અથવા ચાર પૈડાની લારી જેવી આવકવર્ધક સાધનો ખરીદી શકે છે. આ સાધનો દ્વારા પરિવાર Self Employment તરફ આગળ વધી શકે છે અને પોતાના રોજિંદા જીવન માટે સ્થિર આવક ઉભી કરી શકે છે. કેદી સહાય યોજના ખાસ કરીને એવા પરિવારો માટે મદદરૂપ છે જેમનો મુખ્ય કમાઉ સભ્ય જેલમાં હોવાને કારણે પરિવાર આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યો હોય.

નોંધ: આ લેખ માહિતી માટે છે. નવી માહિતી માટે સરકારની સત્તાવાર વેબસાઈટ તપાસો.

👉 આ પણ વાંચો

Leave a Comment