KVS Admission 2026-27 Update |શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 માં પ્રવેશની પ્રક્રિયા

કેન્દ્રીય વિદ્યાલય સંગઠન (KVS) માં શૈક્ષણિક વર્ષ 2026-27 માટે ધોરણ 1 માં પ્રવેશની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

  • ફોર્મ ભરવાની તારીખ: ધોરણ 1 માં રેગ્યુલર અને RTE અંતર્ગત પ્રવેશ માટેના ઓનલાઇન ફોર્મ 20 માર્ચ 2026 થી 2 એપ્રિલ 2026 દરમિયાન ભરી શકાશે. આ સંપૂર્ણ પ્રક્રિયા ઓનલાઇન રહેશે. admission.kvs.gov.in પરથી ઓનલાઇ ભરવાના રહેશે.
  • વય મર્યાદા અને પાત્રતા: બાળકની જન્મ તારીખ 1 એપ્રિલ 2018 થી 1 એપ્રિલ 2020 ની વચ્ચે હોવી જોઈએ.
  • પ્રવેશ માટેની મુખ્ય શરત એ છે કે બાળકે અગાઉ અન્ય કોઈ શાળામાં ધોરણ 1 માં પ્રવેશ લીધેલો ન હોવો જોઈએ.
  • જરૂરી દસ્તાવેજો:
    • બાળકનો જન્મનો દાખલો અને પાસપોર્ટ સાઈઝનો ફોટો.
    • સરનામાનો પુરાવો (Address Proof).
    • જો લાગુ પડતું હોય તો જાતિનું પ્રમાણપત્ર (SC/ST/OBC) અથવા EWS/BPL કાર્ડ.
    • બાળક અને માતા-પિતા બંનેના આધાર કાર્ડ.
    • RTE હેઠળ પ્રવેશ માટે ‘સેલ્ફ ડિક્લેરેશન ફોર ડિસ્ટન્સ’ (અંતર અંગેનું સ્વ-ઘોષણાપત્ર) આપવું પડશે.
  • પસંદગીની યાદી (Merit List):
    • પ્રથમ યાદી: 9 એપ્રિલ 2026 જાહેર કરવામાં આવશે.
    • બીજી યાદી: 16 એપ્રિલ 2026 જાહેર કરવામાં આવશે..
    • ત્રીજી યાદી: 21 એપ્રિલ 2026 જાહેર કરવામાં આવશે.
    • જો આ ત્રણ યાદીઓ પછી પણ બેઠકો ખાલી રહેશે, તો જ ઓફલાઈન પ્રક્રિયા કરવામાં આવશે.
  • મહત્વનો ફાયદો: RTE અંતર્ગત પ્રવેશ મેળવનાર બાળકોને ધોરણ 1 થી 8 સુધી મફત શિક્ષણ આપવામાં આવે છે.
140951 edited
KVS admission notice for 2026-27

Leave a Comment