દિવ્યાંગ લગ્ન સહાય યોજના 2026: ₹1 લાખ સહાય – પાત્રતા, ડોક્યુમેન્ટ અને સંપૂર્ણ માહિતી

Divyang lagna sahay yojana શુ છે?

ગુજરાત સરકાર દિવ્યાગ માટે તેઓના લગ્ન માટે સહાય માટેની યોજના ચલાવી રહી છે. જે યોજનાનુ નામ “દિવ્યાંગ લગ્ન સહાય યોજના” અથવા Divyang lagna sahay yojana છે. આ યોજના હેઠળ જે લોકો શારીરીક રીતે અશકત છે તેવા દિવ્યાંગને લગ્નના સમયે સરકાર આર્થિક મદદ કરે છે.

દિવ્યાંગ લગ્ન સહાય માટે પાત્રતાના માપદંડ (Eligibility)

  • કન્યાની ઉંમર ૧૮ વર્ષથી ઉપર અને છોકરાની ઉંમર ૨૧ વર્ષથી વધુ હોવી જોઇએ.
  • આ યોજનાનો લાભ ફકત એક જ વખત (એક યુગલદીઠ) મળવાપાત્ર રહેશે.
  • દિવ્યાંગ લગ્ન સહાય માટે લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય મેળવવા અરજી કરવાની હોય છે.
ક્રમ નંદિવ્યાંગતામળવાપાત્ર યોજનાનો લાભ
અંધત્વ૪૦ ટકા કે તેથી વધુ
આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય૪૦ ટકા કે તેથી વધુ
સાંભળવાની ક્ષતિ૭૧ થી ૧૦૦ ટકા
ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થીતિ૫૦ ટકા કે તેથી વધુ
સામાન્ય ઇજા જીવલેણ રકતસ્ત્રાવ૫૦ ટકા કે તેથી વધુ
ઓછી દ્રષ્ટી૪૦ ટકા કે તેથી વધુ
ધ્રુજારી સ્નાયુબધ્ધ કઠોરાતા૫૦ ટકા કે તેથી વધુ
બૌધ્ધિક અસમર્થતા૫૦ ટકા કે તેથી વધુ
હિમોગ્લોબિનની ઘટેલી માત્રા૫૦ ટકા કે તેથી વધુ
૧૦રકતપિત-સાજા થયેલા૪૦ ટકા કે તેથી વધુ
૧૧દીર્ધ કાલીન અનેમિયા૫૦ ટકા કે તેથી વધુ
૧૨એસીડના હુમલાનો ભોગ બનેલા૪૦ ટકા કે તેથી વધુ
૧3હલન ચલન સથેની અશકતતા૪૦ ટકા કે તેથી વધુ
૧૪સેરેબલપાલ્સી૪૦ ટકા કે તેથી વધુ
૧૫વામનતા૪૦ ટકા કે તેથી વધુ
૧૬માનસિક બિમાર૫૦ ટકા કે તેથી વધુ
૧૭બહુવિધ સ્કલેરોસિસ-શરીરની પેશીઓ કઠણ થવાની વિક્રુતિ૪૦ ટકા કે તેથી વધુ
૧૮ખાસ અભ્યાસ સંબધિત વિકલાંગતા૫૦ ટકા કે તેથી વધુ
૧૯વાણી અને ભાષાની અશકતતા૫૦ ટકા કે તેથી વધુ
૨૦ચેતાતંત્ર-ન્યુરોનીવિકાસલક્ષી સ્થિતિમાં ક્ષતિ૫૦ ટકા કે તેથી વધુ
૨૧બહેરા અંધ્ત્વ સહિત અનેક અપંગતા૫૦ ટકા કે તેથી વધુ

સહાયનો દર (Benefits)

  • આ યોજના હેઠળ રૂ.૫૦,૦૦૦/- સહાય કરવામાં આવે છે.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ દિવ્યાંગથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રુ.પ૦,૦૦૦/- + .પ૦,૦૦૦/- મળીને કુલ રૂ. ૧૦૦૦૦૦/- આપવામાં આવે છે.
  • દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ સામાન્ય/ વ્યકિતથી દિવ્યાંગ વ્યકિત લગ્ન કરે ત્યારે રૂ. રુ.પ૦,૦૦૦/- ની સહાય ચુકવવામાં આવે છે.
  • દિવ્યાંગ મહિલા અને પુરુષ બન્નેઆ સહાય આપવામાં આવે છે.
lagan shahay Scheme

રજુ કરવાના ડોક્યુમેન્ટ (Required document)

  • કન્યા/કુમારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • રહેઠાણ નો પુરાવો (રેશન કાર્ડ/વીજળી બીલ/ડ્રાઇવિંગ લાઈસન્સ/આધાર કાર્ડ/ચૂંટણી કાર્ડ પૈકી કોઈ પણ એક)
  • અરજદારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • કન્યા/કુમારનું શાળા છોડયાનું પ્રમાણપત્ર
  • અરજદારનો સિવિલ સર્જનશ્રીનો દિવ્યાંગતાના દાખલાની પ્રમાણિત નકલ
  • બંનેના સંયુકત લગ્ન વખતના ફોટા
  • લગ્ન કંકોત્રી
  • બેંક પાસબુકની પ્રથમ પાનાની નકલ અથવા રદ કરેલ ચેક
  • લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર

ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા (Online Application Process)

Divyang lagna sahay yojana (દિવ્યાંગ લગ્ન સહાય યોજના) માટે અરજી ઓનલાઇન પણ કરી શકાય છે.

વેબસાઇટની મુલાકાત: સૌ પ્રથમ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ ખોલો.

નોંધણી (Registration): ‘New User? Please Register Here’ પર ક્લિક કરી તમારી નોંધણી કરો.

લૉગિન (Login): રજીસ્ટ્રેશન બાદ, Citizen Login માં જઈને યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

અરજી: નિયામક સમાજ સુરક્ષાના વિભાગની યોજનાઓની યાદીમાંથી ‘દિવ્યાંગ લગ્ન સહાય યોજના ’ પસંદ કરી, જરૂરી માહિતી ભરો.

દસ્તાવેજ અપલોડ: જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરીને ફોર્મ ફાઈનલ સબમિટ કરો. 

ફોર્મ સબમિટ થયા પછી અરજીની ચકાસણી કરવામાં આવે છે. ચકાસણી થયા બાદ અરજદારના બેન્ક અકાઉન્ટ દિવ્યાંગ લગ્ન સહાય જમા થઇ જશે.

નિષ્કર્ષ (Conclusion)

દિવ્યાંગ લગ્ન સહાય યોજના આર્થિક રીતે નબળા દિવ્યાંગ લોકો માટે ખૂબ જ મદદરૂપ યોજના છે. યોગ્ય ડોક્યુમેન્ટ સાથે સમયસર અરજી કરીને લાભ મેળવી શકાય છે. સરકાર યોજના ચલાવી રહી છે તો તેનો લાભ લેવો જ જોઇએ. તમારી આજુબાજુ કોઇ આવા દિવ્યાંંગ હોય તો અવશ્ય આ યોજના વિશે જણાવો.

મહત્વપૂર્ણ નોંધ (Important Disclaimer)

આ લેખમાં આપેલી તમામ માહિતી વિવિધ ઓનલાઈન સ્રોતો અને ઉપલબ્ધ સરકારી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. સમયાંતરે યોજનાઓમાં સરકાર દ્વારા ફેરફાર, સુધારા અથવા નવી જાહેરાતો કરવામાં આવતી હોય છે.

આથી, કોઈપણ યોજના માટે અરજી કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિત સત્તાવાર વેબસાઈટ પર જઈને તાજેતરની માહિતી ચકાસો. તેમજ, અરજી ફોર્મ ભરતા પહેલાં તમારી નજીકની સંબંધિત કચેરી અથવા અધિકારી સાથે સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવવું અનિવાર્ય છે.

આ લેખનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. કોઈપણ પ્રકારનો અંતિમ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર સ્ત્રોતોની પુષ્ટિ કરવી જરૂરી છે.

lagan shahay Scheme

Leave a Comment