માનવ ગરીમા યોજના 2026
ગુજરાત સરકાર દ્વારા સમાજના આર્થિક રીતે નબળા વર્ગોને આત્મનિર્ભર બનાવવા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ ચલાવવામાં આવે છે. આવી જ એક મહત્વપૂર્ણ યોજના છે માનવ ગરીમા યોજના (Manav Garima Yojana) હેઠળ ટૂલકિટ ખરીદવા માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે.
આ યોજના હેઠળ નાના અને ઘરઆધારિત ધંધા શરૂ કરવા માંગતા લોકોને સરકાર દ્વારા ટૂલકિટ ખરીદવા માટે ₹25,000 સુધીની સહાય આપવામાં આવે છે. જેથી લોકો પોતાનો વ્યવસાય શરૂ કરીને સ્વરોજગાર મેળવી શકે.
ગામડાં કે શહેરમાં રહેતા ઘણા લોકો પાસે કામ કરવાની કળા હોય છે, પરંતુ જરૂરી સાધનો ખરીદવા માટે પૈસા નથી હોતા. આવી પરિસ્થિતિમાં માનવ ગરીમા યોજના ખૂબ ઉપયોગી સાબિત થાય છે.
આ લેખમાં આપણે માનવ ગરીમા યોજનાની સંપૂર્ણ માહિતી જાણીએ – જેમ કે યોજના શું છે, કેટલી સહાય મળે છે, પાત્રતા, જરૂરી ડોક્યુમેન્ટ અને અરજી કરવાની પ્રક્રિયા.
માનવ ગરીમા યોજના શું છે?
માનવ ગરીમા યોજના ગુજરાત સરકારના સમાજ ન્યાય અને અધિકારિતા વિભાગ દ્વારા ચલાવવામાં આવતી એક મહત્વપૂર્ણ યોજના છે.
આ યોજનાનો મુખ્ય હેતુ આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે સાધન સહાય આપવાનો છે.
આ યોજના હેઠળ લગભગ 80 પ્રકારના નાના વ્યવસાય માટે ટૂલકિટ ખરીદવા માટે આપવામાં આવે છે. આ ટૂલકિટની કિંમત અંદાજે ₹25,000 સુધી હોઈ શકે છે.
આ સહાય મળવાથી લાભાર્થી વ્યક્તિ પોતાનો નાનો વ્યવસાય શરૂ કરીને રોજગાર મેળવી શકે છે અને પોતાના પગ ઉપર ઉભા થઇ શકે છે.આર્થિક રીતે મજબૂત બનાવી શકે છે.
માનવ ગરીમા યોજનાનો મુખ્ય હેતુ
માનવ ગરીમા યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય નીચે મુજબ છે:
- આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર માટે પ્રોત્સાહન આપવું
- નાના ધંધા માટે જરૂરી સાધનોની સહાય પૂરી પાડવી
- બેરોજગારી ઘટાડવી
- ગરીબ અને પછાત વર્ગના લોકોનું આર્થિક સશક્તિકરણ કરવું
- યુવાનોને પોતાના ધંધા શરૂ કરવા પ્રેરિત કરવું
માનવ ગરીમા યોજના હેઠળ મળતી સહાય
ગામડાં રહેતા અને નાના વ્યયસાય સાથે જોડાયેલ લોકોને જેવા કે દરજીકામ, કમ્પ્યુટર રિપેરિંગ, વેલ્ડિંગ કામ વિગેરે જેવા ધંધા માટે જરૂરી સાધનોની ટૂલકિટ આપવામાં આવે છે.
અહિ તમારે એ જાણવુ જરૂરી સરકાર દ્વારા કોઇ રોકડ રકમ આપવામાં આવતી નથી પરન્તુ લાભાર્થીને પોતાની કામને લગત ટૂલકિટની કિંમત અંદાજે ₹25,000 સુધી ના ટૂલકિટ ધંધા માટે જરૂરી તમામ સાધનો આપવામાં આવે છે.જેથી લાભાર્થી તરત જ પોતાનો વ્યવસાય શરૂ કરી શકે. રોજગાર મેળવી શકે.
કયા કયા ધંધા માટે ટૂલકિટ મળે છે?
માનવ ગરીમા યોજના હેઠળ લગભગ 80 પ્રકારના વ્યવસાય માટે ટૂલકિટ આપવામાં આવે છે.
તેમાં મુખ્યત્વે નીચે મુજબના ધંધાઓ સામેલ છે:
- દરજીકામ
- પંચર રિપેરિંગ
- બ્યુટી પાર્લર
- મોચીકામ
- ઇલેક્ટ્રિક કામ
- મોબાઇલ રિપેરિંગ
- એસી રિપેરિંગ
- ગેસ રિપેરિંગ
- હેર કટિંગ (સેલૂન)
- ફોટો ફ્રેમિંગ
- કમ્પ્યુટર રિપેરિંગ
- રમકડાં બનાવટ
- વણાટકામ
- કેટરિંગ સર્વિસ
- ઘર ઉદ્યોગ
- કારપેન્ટર કામ
- વેલ્ડિંગ કામ
- વિગેરે જેવા આ સિવાય પણ ઘણા અન્ય નાના ધંધા માટે સરકાર દ્વારા ટૂલકિટ સહાય આપવામાં આવે છે.
માનવ ગરીમા યોજના માટે પાત્રતા
આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર નીચે મુજબની શરતો પૂર્ણ કરતો હોવો જોઈએ:
- અરજદાર ગુજરાત રાજ્યનો વતની હોવો જોઈએ.
- અરજદારની ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ.
- અરજદારના પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ.
- એક પરિવારનો એક જ સભ્ય ટૂલકિટ ખરીદવા માટે ₹25,000 સુધીની સહાય યોજનાનો લાભ લઈ શકે.
- અરજદાર પાસે તે વ્યવસાય સંબંધિત કૌશલ્ય અથવા અનુભવ હોવો જોઈએ.

જરૂરી ડોક્યુમેન્ટ
માનવ ગરીમા યોજના માટે અરજી કરતી વખતે નીચેના ડોક્યુમેન્ટ જરૂરી પડે છે:
- આધાર કાર્ડ
- રેશન કાર્ડ
- રહેઠાણનો પુરાવો (લાઇટ બિલ / રહેઠાણ પ્રમાણપત્ર)
- આવકનો દાખલો.વાર્ષિક આવક ₹6 લાખથી વધુ ન હોવી જોઈએ.
- જાતિનો દાખલો (જો લાગુ પડતો હોય તો)
- પાસપોર્ટ સાઇઝ ફોટો
- બેંક ખાતાની માહિતી
- વ્યવસાયનો અનુભવ હોય તો તેનું પ્રમાણપત્ર
આ તમામ ડોક્યુમેન્ટ સ્કેન કરીને ઓનલાઇન અરજી દરમિયાન અપલોડ કરવા પડશે.
માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન અરજી કેવી રીતે કરવી?
માનવ ગરીમા યોજના માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા ખૂબ સરળ છે.
અરજી કરવા માટે નીચેના સ્ટેપ અનુસરો:
- સૌ પ્રથમ eSamaj Kalyan Portal ની ઓફિશિયલ વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in/ પર જાઓ.
- નવા યુઝર તરીકે Registration કરો.
- ત્યારબાદ Login કરો.
- નિયામક અનુસુચિત જાતી કલ્યાણ યોજનાઓના વિભાગમાં જઈ Manav Garima Yojana (માનવ ગરિમા) પસંદ કરો.
- ઓનલાઇન અરજી ફોર્મ ભરો.
- જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
- અંતમાં ફોર્મ સબમિટ કરો.
ફોર્મ સબમિટ કર્યા પછી તમે અરજીની સ્થિતિ (Application Status) પણ ઓનલાઇન ચેક કરી શકો છો.
માનવ ગરીમા યોજનાના લાભ (Benefits of Manav Garima Yojana)
માનવ ગરીમા યોજનાના ઘણા લાભ છે:
- ગરીબ અને પછાત વર્ગના લોકોને સ્વરોજગાર મળે છે
- નાના વ્યવસાય શરૂ કરવા માટે પ્રોત્સાહન મળે છે
- બેરોજગારી ઘટાડવામાં મદદ મળે છે
- આર્થિક રીતે નબળા લોકો આત્મનિર્ભર બને છે
- ગામડાં અને શહેરોમાં નાના ઉદ્યોગોને પ્રોત્સાહન મળે છે
આ યોજના ઘણા લોકો માટે રોજગારનું એક સારો સાધન બની રહી છે.
નિષ્કર્ષ (Conclusion)
માનવ ગરીમા યોજના ગુજરાત સરકારની એક ખૂબ જ ઉપયોગી યોજના છે, જે આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર શરૂ કરવા માટે મદદરૂપ બને છે.
આ યોજના હેઠળ 80 પ્રકારના નાના ધંધા માટે ₹25,000 સુધીની ટૂલકિટ સહાય આપવામાં આવે છે.
જો તમે પણ કોઈ નાનો વ્યવસાય શરૂ કરવા માંગતા હો અને તમારી પાસે જરૂરી સાધનો ખરીદવા માટે પૂરતા પૈસા ન હોય તો માનવ ગરીમા યોજના તમારા માટે ખૂબ જ ઉપયોગી બની શકે છે.
નોંધ (Disclaimer)
આ લેખમાં આપવામાં આવેલી માહિતી વિવિધ સરકારી વેબસાઇટ્સ અને વિશ્વસનીય ઓનલાઇન સ્ત્રોતો પરથી લેવામાં આવી છે. યોજનાની વિગતો સમયાંતરે સરકાર દ્વારા બદલાઈ શકે છે, તેથી અરજદારોએ અરજી કરતા પહેલા સત્તાવાર વેબસાઇટ અથવા સંબંધિત કચેરીમાં માહિતી ચકાસવી જરૂરી છે.
અમારો હેતુ માત્ર માહિતી પ્રદાન કરવાનો છે, કોઈપણ અંતિમ નિર્ણય લેતા પહેલા કૃપા કરીને સત્તાવાર સૂચનાઓનો જ અનુસરો.
FAQ (વારંવાર પૂછાતા પ્રશ્નો)
1. માનવ ગરીમા યોજના શું છે?
માનવ ગરીમા યોજના ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જેમાં આર્થિક રીતે નબળા વર્ગના લોકોને સ્વરોજગાર શરૂ કરવા માટે સાધન સહાય આપવામાં આવે છે.
2. માનવ ગરીમા યોજના હેઠળ કેટલી સહાય મળે છે?
આ યોજના હેઠળ લાભાર્થીને લગભગ ₹25,000 સુધીની ટૂલકિટ આપવામાં આવે છે જેથી તેઓ પોતાનો નાનો ધંધો શરૂ કરી શકે.
3. કયા ધંધા માટે ટૂલકિટ સહાય મળે છે?
આ યોજના હેઠળ લગભગ 80 પ્રકારના વ્યવસાય માટે ટૂલકિટ મળે છે, જેમ કે દરજીકામ, બ્યુટી પાર્લર, મોબાઇલ રિપેરિંગ, હેર કટિંગ, ઇલેક્ટ્રિક કામ, ગેસ રિપેરિંગ વગેરે.
4. માનવ ગરીમા યોજના માટે પાત્રતા શું છે?
અરજદાર ગુજરાતનો વતની હોવો જોઈએ, ઉંમર 18 થી 60 વર્ષ વચ્ચે હોવી જોઈએ અને પરિવારની વાર્ષિક આવક ₹6 લાખથી ઓછી હોવી જોઈએ.
5. માનવ ગરીમા યોજના માટે અરજી કેવી રીતે કરવી?
અરજદાર eSamaj Kalyan Portal (esamajkalyan.gujarat.gov.in) પર રજીસ્ટ્રેશન કરીને ઓનલાઇન અરજી કરી શકે છે.

3 thoughts on “ટુલકિટ ખરીદવા માટે ગુજરાત સરકારની 80-ધંધા માટે મળશે ₹25,000 સહાય – સંપૂર્ણ માહિતી”