સંત સુરદાસ યોજના 2026: તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોને ₹1000 માસિક પેન્શન – પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા (Sant Surdas Yojana)

ગુજરાત સરકાર દ્વારા દિવ્યાંગ નાગરિકોના કલ્યાણ માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. તેમાંથી એક મહત્વપૂર્ણ યોજના છે Sant Surdas Yojana. આ યોજના હેઠળ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા મહિલા અને પુરુષ વ્યક્તિઓને જીવન નિર્વાહ માટે રાજ્ય સરકાર તરફથી માસિક આર્થિક સહાય આપવામાં આવે છે.

Sant Surdas Yojana ખાસ કરીને એવા લોકો માટે બનાવવામાં આવી છે જેઓ ગંભીર દિવ્યાંગતા હોવાને કારણે રોજગાર અથવા આવકના સ્ત્રોત ઉભા કરવામાં મુશ્કેલી અનુભવે છે. આ લેખમાં આપણે સંત સુરદાસ યોજના વિશે સંપૂર્ણ માહિતી જાણીશું જેમ કે પાત્રતા, સહાયની રકમ, દિવ્યાંગતાની કેટેગરી, જરૂરી દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા.

સંત સુરદાસ યોજના શું છે?

Social Justice and Empowerment Department, Gujarat (ગુજરાત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ) દ્વારા અમલમાં મુકવામાં આવેલી આ યોજના હેઠળ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા વ્યક્તિઓને દર મહિને પેન્શન આપવામાં આવે છે. આ યોજના ખાસ કરીને ૬૦% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકો માટે છે.

સંત સુરદાસ યોજનાનો મુખ્ય હેતુ

ગુજરાત સરકાર દ્વારા આ યોજના શરૂ કરવાની પાછળ કેટલાક મહત્વપૂર્ણ હેતુઓ છે:

  • તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોનું જીવન સ્તર સુધારવું
  • આવક વગરના દિવ્યાંગ લોકોને આર્થિક સહાય પૂરી પાડવી
  • સમાજમાં તેમની સ્વતંત્રતા વધારવી
  • સરકારની સામાજિક સુરક્ષા યોજના મજબૂત બનાવવી

આ યોજના હેઠળ મળતી સહાય સીધી બેંક ખાતામાં DBT (Direct Benefit Transfer) દ્વારા જમા થાય છે.

સહાયનું ધોરણ (Financial Assistance)

સંત સુરદાસ યોજના હેઠળ લાભાર્થીને ₹1000 પ્રતિ માસ પેન્શન આ રકમ ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે અને લાભાર્થીના બેંક ખાતામાં સીધી જમા થાય છે.

સંત સુરદાસ યોજના (Sant Surdas Yojana) માટે પાત્રતા

Sant Surdas Yojana યોજના માટે અરજી કરવા માટે નીચેની શરતો જરૂરી છે:

  • અરજદાર ગુજરાત રાજ્યનો રહેવાસી હોવો જોઈએ
  • અરજદાર પાસે ૬૦% અથવા તેથી વધુ દિવ્યાંગતા પ્રમાણપત્ર હોવું જોઈએ
  • દિવ્યાંગતા અધિકૃત તબીબી સત્તાધિકારી દ્વારા પ્રમાણિત હોવી જોઈએ
  • અરજદાર પાસે બેંક ખાતું હોવું જોઈએ

દિવ્યાંગતા મુજબ Sant Surdas Yojana નો લાભ

આ યોજના હેઠળ નીચે દર્શાવેલ દિવ્યાંગતા ધરાવતા લોકો લાભ મેળવી શકે છે (૬૦% અથવા તેથી વધુ દિવ્યાંગતા હોવી જરૂરી):

ક્રમ નંદિવ્યાંગતા
1અંધત્વ
2આનુવંશિક કારણોથી થતો સ્નાયુક્ષય
3સાંભળવાની ક્ષતિ
4ક્રોનિક ન્યુરોલોજીકલ સ્થિતિ
5સામાન્ય ઇજા જીવલેણ રક્તસ્ત્રાવ
6ઓછી દ્રષ્ટી
7ધ્રુજારી સ્નાયુબદ્ધ કઠોરાતા
8બૌદ્ધિક અસમર્થતા
9હિમોગ્લોબિનની ઘટેલી માત્રા
10રકતપિત – સાજા થયેલા
11દીર્ધ કાલીન અનેમિયા
12એસિડ હુમલાનો ભોગ બનેલા
13હલન ચલન સાથેની અશક્તતા
14સેરેબલ પાલ્સી
15વામનતા
16માનસિક બિમારી
17બહુવિધ સ્કલેરોસિસ
18ખાસ અભ્યાસ સંબંધિત દિવ્યાંગતા
19વાણી અને ભાષાની અશક્તતા
20ચેતાતંત્ર – ન્યુરો વિકાસલક્ષી ક્ષતિ
21બહેરા અંધત્વ સહિત અનેક અપંગતા

જરૂરી દસ્તાવેજ

Sant Surdas Yojana માટે જરૂરી રહેઠાણ પુરાવો

  • રેશન કાર્ડ
  • વીજળી બિલ
  • ડ્રાઇવિંગ લાઈસન્સ
  • આધાર કાર્ડ
  • ચૂંટણી કાર્ડ

ઉમરનો પુરાવો

  • શાળા છોડ્યાનું પ્રમાણપત્ર
  • જન્મનો દાખલો (તલાટી / નગરપાલિકા રેકોર્ડ)

દિવ્યાંગતા પુરાવો

  • દિવ્યાંગ ઓળખ કાર્ડ
  • સિવિલ સર્જનનું દિવ્યાંગતા પ્રમાણપત્ર

અન્ય જરૂરી દસ્તાવેજ

  • BPL સ્કોર / સુવર્ણ જયંતિ કાર્ડ (જો હોય તો)
  • બેંક પાસબુક પ્રથમ પાનાની નકલ
  • રદ કરેલ ચેક (કેન્સલ ચેકની નકલ )
  • આધાર કાર્ડની નકલ
  • દિવ્યાંગ ઓળખ કાર્ડ (ST બસ પાસ)

સંત સુરદાસ યોજના માટે અરજી કેવી રીતે કરવી?

Sant Surdas Yojana માટે અરજી ઓનલાઇન પણ કરી શકાય છે.

અરજી કરવાની પ્રક્રિયા:

વેબસાઇટની મુલાકાત: સૌ પ્રથમ esamajkalyan.gujarat.gov.in પોર્ટલ ખોલો.

નોંધણી (Registration): ‘New User? Please Register Here’ પર ક્લિક કરી તમારી નોંધણી કરો.

લૉગિન (Login): રજીસ્ટ્રેશન બાદ, Citizen Login માં જઈને યુઝર આઈડી અને પાસવર્ડ દ્વારા લોગિન કરો.

અરજી: યોજનાઓની યાદીમાંથી ‘સંત સુરદાસ યોજના’ પસંદ કરી, જરૂરી માહિતી ભરો.

દસ્તાવેજ અપલોડ: જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, દિવ્યાંગ પ્રમાણપત્ર વગેરે) અપલોડ કરીને ફોર્મ ફાઈનલ સબમિટ કરો. 

ફોર્મ સબમિટ થયા પછી અરજીની ચકાસણી કરવામાં આવે છે અને મંજૂરી મળ્યા બાદ પેન્શન શરૂ થાય છે.


Sant Surdas Yojana ના ફાયદા

આ યોજના દિવ્યાંગ નાગરિકો માટે ખૂબ જ લાભદાયક છે.

મુખ્ય ફાયદા:

✔ માસિક પેન્શન દ્વારા આર્થિક સહાય કરવાનો છે.
✔ સીધી બેંક ખાતામાં DBT ચુકવણી કરવામાં આવે જેથી લાભાર્થીને કોઇ કચેરી ખાતે જવુ પડતુ નથી.
✔ તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોને સહારો મળે છે. જે કામ કરવામાં અશક્ત હોય તેઓ લાચારીમાંથી બહાર નિકાળવા .
✔ જીવન જીવવા માટે નાણાકીય સુરક્ષા

મહત્વપૂર્ણ માહિતી

  • યોજના ગુજરાત રાજ્યમાં અમલમાં છે
  • લાભાર્થી પાસે માન્ય દિવ્યાંગતા પ્રમાણપત્ર હોવું જરૂરી
  • પેન્શન રકમ સીધી બેંક ખાતામાં જમા થાય છે

FAQ – Sant Surdas Yojana

પ્રશ્ન 1: સંત સુરદાસ યોજના શું છે?

સંત સુરદાસ યોજના ગુજરાત સરકારની યોજના છે જેમાં 60% અથવા તેથી વધુ દિવ્યાંગતા ધરાવતા લોકોને માસિક પેન્શન આપવામાં આવે છે.

પ્રશ્ન 2: સંત સુરદાસ યોજના હેઠળ કેટલી સહાય મળે છે?

આ યોજના હેઠળ લાભાર્થીને ₹1000 પ્રતિ માસ પેન્શન આપવામાં આવે છે.

પ્રશ્ન 3: કોણ આ યોજનાનો લાભ લઈ શકે?

ગુજરાતના એવા નાગરિકો જેમને 60% અથવા તેથી વધુ દિવ્યાંગતા હોય તેઓ આ યોજનાનો લાભ લઈ શકે છે.

પ્રશ્ન 4: Sant Surdas Yojana માટે અરજી ક્યાં કરવી?

આ યોજના માટે અરજી Digital Gujarat Portal પર ઓનલાઇન કરી શકાય છે.

પ્રશ્ન 5: અરજી માટે કયા દસ્તાવેજ જરૂરી છે?

આધાર કાર્ડ, દિવ્યાંગતા પ્રમાણપત્ર, રહેઠાણ પુરાવો, બેંક પાસબુક વગેરે જરૂરી છે.

sant-surdas-yojana-1000-pension-gujarat

1 thought on “સંત સુરદાસ યોજના 2026: તીવ્ર દિવ્યાંગતા ધરાવતા લોકોને ₹1000 માસિક પેન્શન – પાત્રતા, દસ્તાવેજ અને અરજી પ્રક્રિયા (Sant Surdas Yojana)”

Leave a Comment