Bhagyalaxmi Bond સહાય યોજના Gujarat 2026: દિકરીઓ માટે મહત્વપૂર્ણ સહાય યોજના

Bhagyalaxmi Bond યોજના શુ છે?

દીકરીઓના શિક્ષણ, સ્વાસ્થ્ય અને સશક્તિકરણ માટે ગુજરાત સરકાર હમેશા નવી નવી અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. સમાજમાં દીકરીઓ પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલવો અને તેમને સશક્ત બનાવવું સમયની માંગ છે. આ દિશામાં ગુજરાત સરકાર દ્વારા “ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય ” મહત્વપૂર્ણ અને અસરકારક યોજના શરૂ છે.ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ માં નોધાયેલ શ્રમિકો દિકરીઓ માટે લાવવામાં આવેલ છે.

ભાગ્યલક્ષ્મી બોન્ડ યોજના ‘દીકરી વધાવો, દીકરી ભણાવો’ ના ઉદ્દેશ સાથે શરૂ કરવામાં આવી છે. આ યોજનાનો હેતુ દીકરીઓની સંખ્યા વધારવી, સ્ત્રી ભ્રુણ હત્યા અટકાવવી અને બાંધકામ શ્રમિકોની દીકરીઓના શિક્ષણ અને લગ્ન માટે આર્થિક મદદ કરવી છે.

આ યોજના હેઠળ, દીકરીના જન્મ પછી સરકાર દ્વારા એક નિશ્ચિત રકમનો બોન્ડ આપવામાં આવે છે, જે દીકરીના નિશ્ચિત વયે પરિપક્વ થાય છે અને તે સમયે મોટી રકમ તરીકે મળે છે.

ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના લાભો

ગુજરાત સરકારની સહાયને લગતી Bhagyalakshmi Bond Sahay યોજના બાંધકામના વ્યવસાયમાં જોડાયેલ તથા ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ (Gujarat Building & Other Construction Worker’s Welfare Board ) માં નોધાયેલ શ્રમિકની એક દિકરીના નામે રૂ.૨૫,૦૦૦/-(અંકે પચીસ રૂપિયા હજાર પુરા) ની રકમના બોન્ડ ૧૮ વર્ષની મુદત માટે આપવામાં આવે છે જે રકમ દિકરી દ્રારા ૧૮ વર્ષની વયે પુરી થતા ઉપાડી શકે છે.

દીકરી માટે સરકારની મોટી સહાય!

આ યોજનામાં લાભાર્થી દીકરીના પ્રથમ વારસદાર તરીકે દીકરીની માતા ગણાશે જો લાભાર્થી દીકરીની માતા હયાત ન હોય તેવા કિસ્સામાં લાભાર્થી દીકરીની બહેનને(૧૮ વર્ષ અથવા ૧૮ વર્ષથી વધુ વય ધરાવતી) વારસદાર તરીકે ગણવામાં આવશે અને જો લાભાર્થી દીકરીની બહેન પણ હયાત ના હોય ત્યારેજ લાભાર્થી દીકરીના પિતાને તે દીકરીના વારસદાર તરીકે ગણવામાં આવશે.

સહાયની રકમ લાભાર્થીને બેંક ખાતામાં સીધી ટ્રાન્સફર કરવામાં આવશે અથવા ચેક દ્વારા આપવામાં આવશે, જેથી તેઓ સરળતાથી મેળવી શકે

પાત્રતા (Eligibility)

  • બાંધકામ શ્રમિક તરીકે બોર્ડમાં નોંધણી કરાવ્યા બાદ જ આ યોજનાનો લાભ બાંધકામ શ્રમિકને મળવાપાત્ર થશે તેમજ લાભાર્થીએ બોર્ડના નિયમ પ્રમાણે વખતોવખત ઓળખકાર્ડ રીન્યુ કરાવેલ હોવું જોઈએ.
  • આ યોજનાનો લાભ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ માં નોધાયેલ શ્રમિકો લાભ મળવા પાત્ર છે.
  • નોંધાયેલ બાંધકામ શ્રમિક આ યોજનાની સહાય ફક્ત એક દીકરીના નામે લઇ શકશે.
  • નોંધાયેલ બાંધકામ શ્રમિકે દીકરીના જન્મ થયેથી ૧૨ માસની અંદર નિયત નમુનામાં અરજી કરવાની રહેશે.

જરૂરી દસ્તાવેજો

યોજનામાં અરજી કરવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડે છે:

  • બાંધકામ શ્રમિકના ઓળખ કાર્ડની નકલ
  • બાળકના જન્મનુ પ્રમાણપત્રની નકલ અને બાળકના બે ફોટો
  • લાભાર્થીનું આધારકાર્ડની નકલ
  • બોન્ડ મેળવવા માટે બેંકનું ફોર્મ
  • બેંક પાસબુકના પ્રથમ પેજની નકલ
  • રેશનકાર્ડની નકલ
  • નમૂના મુજબનું સોગંદનામું
ગુજરાત સરકાર યોજના દીકરી માટે

અરજી કરવાની પ્રક્રિયા

અરજદારે નિયત નમુનામાં અરજી પોતે જે જીલ્લામાં રહેતો હોય તે જીલ્લાના નાયબ/સહાયક નિયામક, ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરી ખાતેની ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી ક્લ્યાણ બોર્ડની કચેરીએ કરવાની રૂબરૂ જઇ કરવાની રહેશે. વધુ માહિતી માટે સરકારની સતવાર વેબસાઇટ https://bocwwb.gujarat.gov.in/bhagyalaxmi-bond-scheme.htm ઉપર થી માહિતી મેળવી શકો છો. તેમજ ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગ કલ્યાણ બોર્ડ (Gujarat Building & Other Construction Worker’s Welfare Board ) માં શ્રમિક તરીકે ઓનલાઇન પોતાનુ રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેના માટેની સતાવાર વેબસાઇટ https://enirmanbocw.gujarat.gov.in/Registration.aspx બનાવામાં આવી છે.


નિષ્કર્ષ (Conclusion)

મુખ્યમંત્રી ભાગ્યલક્ષ્મી બોન્ડ સહાય યોજના ગુજરાત સરકારની શ્રમિકો માટે બનાવામાં આવી છે. શ્રમિકોના દિકરીઓના નામે બોન્ડ આપવામાં આવે છે. તેનો અરજી સબમીટ કરાવ્યા બાદ ઘરે અથવા મુખ્યમંંત્રીના હાથે મંજુરી હુકમ આપવામાં આવે છે. દિકરી જ્યારે મોટી થાય ત્યારે પૈસા ઉપાડી પોતાના આર્થિક ખર્ચ પહોચી વળવા માટેનો મુખ્ય હેતુ છે. આ સિવાય નાના વેપારીઓ જેવા દરજી, સુથારીકામ કરતા માટે પણ માનવ ગરીમા યોજના ચાલુ છે.

Bhagyalakshmi Bond Yojana Gujarat

મહત્વપૂર્ણ નોંધ (Important Disclaimer)

આ લેખમાં આપેલી તમામ માહિતી વિવિધ ઓનલાઈન સ્રોતો અને ઉપલબ્ધ સરકારી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. સમયાંતરે યોજનાઓમાં સરકાર દ્વારા ફેરફાર, સુધારા અથવા નવી જાહેરાતો કરવામાં આવતી હોય છે.

આથી, કોઈપણ યોજના માટે અરજી કરતાં પહેલાં કૃપા કરીને સંબંધિત સત્તાવાર વેબસાઈટ પર જઈને તાજેતરની માહિતી ચકાસો. તેમજ, અરજી ફોર્મ ભરતા પહેલાં તમારી નજીકની સંબંધિત કચેરી અથવા અધિકારી સાથે સંપર્ક કરીને જરૂરી માર્ગદર્શન મેળવવું અનિવાર્ય છે.

આ લેખનો હેતુ માત્ર માહિતી આપવાનો છે. કોઈપણ પ્રકારનો અંતિમ નિર્ણય લેતા પહેલાં સત્તાવાર સ્ત્રોતોની પુષ્ટિ કરવી જરૂરી છે.

📲 WhatsApp Channel Join કરો

નવી યોજનાઓ અને અપડેટ સૌથી પહેલા મેળવો 🚀

Join Now

Leave a Comment