લગ્ન જીવનનો સૌથી મોટી ખુશીના પ્રસંગમાં મોટો પ્રસંગ ગણી શકાય. પરન્તુ આજકાલની મોઘવારી પ્રમાણે લગ્ન ઘણા ખર્ચ થાય છે. સામાન્ય પરિવારે દિકરીના લગ્ન કરવા આજકાલ ખુબજ દેણામાં ડુબવી દે છે. જેથી સરકારે આર્થિક સહાય કરવા સારુ “કુંવરબાઈનું મામેરું” (Kunwar Bai Nu Mameru) એ ગુજરાત સરકારની એક મહત્વપૂર્ણ મહિલાઓ માટેની કલ્યાણકારી યોજના છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય ગરીબ અને આર્થિક રીતે નબળા પરિવારોની દીકરીઓના લગ્ન પ્રસંગે આર્થિક સહાય પૂરી પાડવાનો છે. અનુસૂચિત જાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગો તેમજ આર્થિક રીતે પછાત વર્ગની કન્યાઓના લગ્ન પ્રસંગે ખર્ચામાં મદદરૂપ થવા માટેની પુખ્ત વયની બે કન્યાના લગ્ન પ્રસંગે કુંવરબાઇના મામેરાની યોજના હેઠળ સહાય ચૂકવવામાં આવશે.
Kunwar Bai Nu Mameru in Gujarati.
Kunwar Bai Nu Mameru યોજના શુ છે.?

કુંવરબાઈનું મામેરું યોજના 2026 – પ્રતીકાત્મક છબી (AI Generated)
Kunwar Bai Nu Mameru યોજનાની સહાયની રકમ (Benefit Amount)
ગુજરાત સરકાર દ્રારા Kunwar Bai Nu Mameru યોજના હેઠળ કન્યાના લગ્ન માટે રૂ.૧૨૦૦૦/- ની સહાય ચૂકવવામાં આવે છે.આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર.
Kunwar Bai Nu Mameru યોજના સહાય મેળવવા માટેની શરતો.
- આ યોજનાનો લાભ અનુસૂચિત જાતિઓને (ગુજરાત રાજ્યના મૂળ વતનીઓને) જ મળવાપાત્ર
- રહેવાસી: અરજદાર ગુજરાત રાજ્યના મૂળ વતની હોવા જોઈએ.
- વાર્ષિક આવક મર્યાદા ગ્રામ્ય અને શહેરી બંને વિસ્તારો માટે ₹૬,૦૦,૦૦૦ નક્કી કરવામાં આવી છે.
- કુંટુંબની બે(૨) પુખ્તવયની કન્યાના લગ્ન પ્રસંગ સુધી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર
- વય મર્યાદા: લગ્ન સમયે કન્યાની ઉંમર ઓછામાં ઓછી ૧૮ વર્ષ અને વરની ઉંમર ૨૧ વર્ષ હોવી જોઈએ.
- અરજીનો સમય: લગ્ન થયાના બે વર્ષની અંદર સહાય માટે ઓનલાઈન અરજી કરવાની રહે છે.
- સાત ફેરા સમૂહલગ્ન આયોજિત જિલ્લામાંથી કુંવરબાઇનું મામેરૂ યોજનાની સહાય મળવાપાત્ર થશે.
- સમૂહલગ્નમાં ભાગ ભાગ લેનાર લાભાર્થી કન્યા સાત ફેરા સમૂહલગ્ન યોજના તેમજ કુંવરબાઇનું મામેરૂ યોજનાની તમામ શરતો પરિપૂર્ણ કરતી હોય તો આ બંન્ને યોજનાઓ હેઠળ લાભ મેળવવા પાત્ર રહેશે.
Kunwar Bai Nu Mameru યોજનાની સહાય માટે રજુ કરવાના ડોક્યુમેન્ટ
- કન્યાનું આધાર કાર્ડ
- સક્ષમ અધિકારીશ્રી પાસેથી મેળવેલ કન્યાની જાતિનો દાખલો
- કન્યાના પિતા/વાલીની વાર્ષિક આવકનો દાખલો
- લગ્નની કંકોત્રી અથવા લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર.
- કન્યા અને વરના જન્મના અથવા ઉંમરના પુરાવા (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર/જન્મનો દાખલો).
- બેંક પાસબૂકની પ્રથમ પાનાની નકલ / રદ કરેલ ચેક (કન્યાના નામ પાછળ પિતા/વાલીનું નામ હોય તે)
- સ્વ-ઘોષણા (Self-Declaration)
- જો પિતા હયાત ન હોય તો મરણનો દાખલો
તમે આ યોજના માટે e-Samaj Kalyan Portal પર ઓનલાઈન અરજી કરી શકો છો.
Kunwar Bai Nu Mameru ઓનલાઈન ફોર્મ ભરવાની પ્રક્રિયા (Online Application)
- પોર્ટલની મુલાકાત: સૌ પ્રથમ e-Samaj Kalyan Portal ની સત્તાવાર વેબસાઈટ પર જાઓ.
- નવું રજીસ્ટ્રેશન (New Registration): જો તમે પ્રથમ વખત ઉપયોગ કરી રહ્યા હોવ, તો “New User? Please Register Here!” પર ક્લિક કરો.
- તમારું નામ (આધાર કાર્ડ મુજબ), જાતિ, જન્મ તારીખ, આધાર નંબર અને મોબાઈલ નંબર જેવી વિગતો ભરીને રજીસ્ટ્રેશન પૂર્ણ કરો.
- લોગીન (Login): રજીસ્ટ્રેશન પછી મળેલા User ID અને Password નો ઉપયોગ કરીને પોર્ટલ પર લોગીન કરો.
- પ્રોફાઇલ અપડેટ: લોગીન કર્યા બાદ “User Profile” માં જઈને તમારી વ્યક્તિગત વિગતો અપડેટ કરો અને સેવ કરો.
- યોજના પસંદ કરો: હોમ પેજ પર ઉપલબ્ધ વિવિધ યોજનાઓમાંથી “Kunwar Bai Nu Mameru Yojana” (કુંવરબાઈનું મામેરું યોજના) પર ક્લિક કરો.
- અરજી ફોર્મ ભરો:
- સ્ક્રીન પર ખુલતા ફોર્મમાં માંગેલી તમામ માહિતી જેમ કે લગ્નની તારીખ, વરની વિગતો અને બેંક ખાતાની માહિતી કાળજીપૂર્વક ભરો.
- દસ્તાવેજો અપલોડ કરો:
- તમારો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને જરૂરી દસ્તાવેજો (આધાર કાર્ડ, આવકનો દાખલો, લગ્ન નોંધણી પ્રમાણપત્ર વગેરે) સ્કેન કરીને અપલોડ કરો.
- અરજી સબમિટ કરો: બધી વિગતો ચકાસી લીધા પછી “Save Application” અને ત્યારબાદ “Confirm” અથવા “Submit” પર ક્લિક કરો.
- પ્રિન્ટ આઉટ: અરજી સબમિટ થયા બાદ મળતો Application Number સાચવી રાખો અને ભવિષ્યના સંદર્ભ માટે ફોર્મની પ્રિન્ટ આઉટ લઈ લો
અરજીની સ્થિતિ (Status) કેવી રીતે તપાસવી?
તમે તમારી અરજીની સ્થિતિ View Application Status પેજ પર જઈને તમારો અરજી નંબર અને જન્મ તારીખ દાખલ કરીને જાણી શકો છો.
મહત્વપૂર્ણ નોંધ (Important Disclaimer)
આ લેખમાં આપેલી તમામ માહિતી વિવિધ ઓનલાઈન સ્રોતો અને ઉપલબ્ધ સરકારી માહિતીના આધારે તૈયાર કરવામાં આવી છે. સમયાંતરે યોજનાઓમાં સરકાર દ્વારા ફેરફાર, સુધારા અથવા નવી જાહેરાતો કરવામાં આવતી હોય છે.