નમસ્કાર મિત્રો,
ગુજરાતના દરિયાકાંઠાના અને આંતરદેશીય વિસ્તારોમાં વસતા માછીમારો અને મત્સ્ય ઉછેર (Aquaculture) સાથે સંકળાયેલા ભાઈ-બહેનો માટે એક ઉત્તમ તક આવી ગઈ છે. કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા માછીમારોને આર્થિક સહાય અને રોજગારી આપવા માટે ખાસ યોજનાઓ બહાર પાડવામાં આવી છે.
જો તમે પણ મત્સ્ય ઉદ્યોગ સાથે જોડાયેલા છો અથવા નવો બિઝનેસ શરૂ કરવા માંગો છો, તો આ બ્લોગ પોસ્ટ તમારા માટે જ છે. અહીં આ યોજનાની તમામ વિગતો, ફાયદા અને ફોર્મ ભરવાની પ્રક્રિયા સરળ ભાષામાં આપવામાં આવી છે.
પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) શુ છે?
🐟 યોજનાનો મુખ્ય હેતુ (Objectives)
આ યોજના પાછળ સરકારના મુખ્ય ૫ ઉદ્દેશ્યો છે:
- રોજગારી અને ઉત્પાદનમાં વધારો: જળાશયોમાં મત્સ્ય ઉછેર વધારીને સ્થાનિક લોકોને રોજગારી પૂરી પાડવી અને મત્સ્ય ઉત્પાદન બમણું કરવું.
- આંતરદેશીય મત્સ્યોદ્યોગને વેગ: મીઠા પાણીના સ્ત્રોતોમાં મત્સ્ય ઉછેર પ્રવૃત્તિને પ્રોત્સાહન આપી ગ્રામીણ અર્થતંત્રને મજબૂત બનાવવું.
- મહિલા સશક્તિકરણ: રાજ્યની સામાન્ય (General) અને ખાસ કરીને મહિલા કેટેગરીના લાભાર્થીઓને આત્મનિર્ભર બનવાની તકો આપવી.
- આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ: ઓછી જમીન અને ઓછા પાણીમાં વધુ ઉત્પાદન આપતી બાયોફ્લોક (Biofloc) અને રિસર્ક્યુલેટિંગ એક્વાકલ્ચર સિસ્ટમ (RAS) જેવી આધુનિક પદ્ધતિઓ માટે ટાંકા બનાવવા આર્થિક મદદ કરવી.
- મીઠા પાણીની હેચરી: રાજ્યમાં જ મત્સ્ય બીજ ઉપલબ્ધ થઈ શકે તે માટે મીઠા પાણીની હેચરી સ્થાપવામાં સહાય કરવી.
💰 સહાયનું ધોરણ અને સબસિડી (PMMSY યોજના હેઠળ)
આ યોજના પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) અંતર્ગત કાર્યરત છે, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકાર સંયુક્ત રીતે ફાળો આપે છે:
- જનરલ કેટેગરી (પુરુષો માટે): કુલ ખર્ચના ૪૦ ટકા સુધીની સહાય (સબસિડી).
- મહિલા કેટેગરી (તમામ વર્ગની મહિલાઓ માટે): કુલ ખર્ચના ૬૦ ટકા સુધીની મોટી સહાય.
- ફંડિંગ પેટર્ન: આ સબસિડીમાં ૬૦% હિસ્સો કેન્દ્ર સરકારનો અને ૪૦% હિસ્સો રાજ્ય સરકારનો રહેશે.
ખાસ નોંધ: પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના (PMMSY) હેઠળ માછીમારોને બોટ ચલાવવા માટે વપરાતા કેરોસીનની ખરીદી ઉપર પણ વિશેષ સહાય (સબસિડી) આપવામાં આવે છે, જેથી તેમના દૈનિક ખર્ચમાં રાહત મળી શકે.
📄 જરૂરી દસ્તાવેજો (Required Documents)
ઓનલાઇન ફોર્મ ભરતી વખતે તમારે નીચે મુજબના બીડાણ (ડોક્યુમેન્ટ્સ) અપલોડ કરવાના રહેશે:
- [Aadhaar Redacted] (ઓળખના પુરાવા તરીકે)
- ચૂંટણી કાર્ડ / અન્ય સત્તાવાર ઓળખ પત્ર નકલ
- ખરીદી કરવાના સાધનો અથવા પ્રોજેક્ટનું ક્વોટેશન
- જાતિનું પ્રમાણપત્ર (જો લાગુ પડતું હોય તો)
- પાસપોર્ટ સાઈઝનો ફોટો
- બેંક પાસબુકની નકલ અથવા રદ કરેલો ચેક (Cancelled Cheque)
- રેશન કાર્ડ નકલ
- ફિશિંગ લાઇસન્સ / મત્સ્યોદ્યોગ લાયસન્સની નકલ
💻 ફોર્મ ભરવાની પ્રક્રિયા (How to Apply)
- એપ્લિકેશન ફોર્મનો પ્રકાર: પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના માટે અલગ અલગ વિભાજીત કરીને યોજના લાભ માટે સંપૂર્ણપણે ઓનલાઇન (Online) ભરવાનુ રહેશે.
- ક્યાં અરજી કરવી? આ યોજનાનો લાભ લેવા માટે તમારે ગુજરાત સરકારના સત્તાવાર પોર્ટલ આઈ-ખેડૂત (iKhedut Portal) https://ikhedut.gujarat.gov.in/site/krishivibhag પર જઈને ઓનલાઇન અરજી કરવાની રહેશે.
- પ્રધાનમંત્રી મત્સ્ય સંપદા યોજના અંતર્ગત સરકાર દ્વરા ફ્રોમ ભરવા માટે iKhedut Portal ખુલ્લી મુકવામાં આવેલ છે.
સહાયની ચુકવણી કેવી રીતે થશે? (Payment Process)
આજના ડિજિટલ યુગમાં (Digital Era) પારદર્શિતા જાળવવા માટે સરકારે રોકડ ચુકવણી (Cash Payment) બંધ કરી છે.
- સહાયની ચુકવણી ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર (Direct Benefit Transfer – DBT) સિસ્ટમ (System) દ્વારા સીધી જ બેંક એકાઉન્ટ મારફત (Via Bank Account) ચુકવવામાં આવે છે.
- અરજદારે ફોર્મ સાથે આપેલી બેંક ખાતાની વિગતોની ચકાસણી (Verification) કર્યા બાદ, રકમ સીધી તેમના બેંક ખાતામાં જમા થઈ જાય છે, જેથી કોઈ વચેટિયાનો (Middlemen) પ્રશ્ન રહેતો નથી.
અંતે ખાસ સલાહ
જો તમારી પાસે પોતાની જમીન ઓછી હોય અથવા પાણીની અછત હોય, તો પણ તમે બાયોફ્લોક પદ્ધતિ અપનાવીને નાના પાયે પણ મોટો નફો કમાઈ શકો છો.
દરિયાકાઠા વિસ્તારમાં રહેતા લોકો માટે સરકાર જળાશયોમાં મત્સ્ય ઉત્પાદન વધારવા માટે મોટર સાયક્લ વીથ આઈસ બોક્ષ (PMMSY),પરંપરાગત માછીમારો માટે હોડી (રિપ્લેસમેન્ટ) અને જાળી પ્રદાન કરવી (PMMSY) તેમજ રેફરીજરેટેડ વ્હીકલ ખરીદવા માટે મોટી સબસિડી આપી રહી છે. આ તમામ સરકારી યોજનાઓ લાભ લેવા માટે ઈ-ધરા કેન્દ્રનો સંપર્ક કરી ઓનલાઇન અરજી કરાવો.

